ગાઝા મોત ઈચ્છે છેઃ યુદ્ધવિરામના પ્રયાસો નિષ્ફળ જતાં ટ્રમ્પ હતાશ

વોશિંગ્ટન, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામના પ્રયાસો નિષ્ફળ જતા હતાશ થયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, આતંકવાદી સંગઠન હમાસ મોત ઈચ્છે છે.
હમાસ ગાઝામાં યુદ્ધ વિરામ તથા ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવાની સમજૂતિ ઈચ્છતું નથી. ઉલ્લેખનીય છે કે યુએસ પ્રમુખ ટ્રમ્પનું આ નિવેદન અમેરિકાએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની શાંતી મંત્રણામાંથી છેડો ફાડ્યાના એક દિવસ બાદ આવ્યું છે.
ટ્રમ્પે આ શાંતી વાટાઘાટ નિષ્ફળ જવા માટે હમાસને જ દોષિ ઠેરવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ઈઝરાયેલ હવે તેનું (હમાસ) કામ તમામ કરી નાંખશે અને તે મોત ઈચ્છી રહ્યા છે. હમાસ દ્વારા ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કરીને કેટલાક ઈઝરાયેલી તથા અન્ય દેશના નાગરિકોને બંધક બનાવી લીધા હતા. આ પૈકી કેટલાકને મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે હજુ પણ કેટલાક લોકો હમાસના કબજામાં છે.
સ્કોટલેન્ડ પ્રવાસ માટે રવાના થતા પૂર્વે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હમાસ પાસે સોદાબાજી માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. તેઓ બંધકોને પરત કરી દેશે પછી શું થશે તેનો બધાને ખ્યાલ છે.
એટલા માટે હમાસ બંધકોને સોંપશે નહીં. હવે તેના નેતાઓનો શિકાર થઈ શકે છે. ગુરુવારે રાષ્ટ્રપતિના મધ્ય પૂર્વના શાંતિ દૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું કે ટ્રમ્પ તંત્રે હમાસના નવા પ્રસ્તાવ બાદ યુદ્ધ વિરામ પર ચર્ચા માટે પહોંચેલી ટીમને પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યાે છે.ઈજીપ્ત અને કતારની મધ્યસ્થામાં દોહા ખાતે ચાલી રહેલી મંત્રણા બેઠકમાંથી અમેરિકા અને ઈઝરાયેલે તેના પ્રતિનિધિમંડળોને પરત બોલાવી લીધા છે.
આ ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના પેલેસ્ટેનિયન રાજ્યને માન્યતા અંગેના નિર્ણય બાબતે ટ્રમ્પને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, આ વાતમાં કોઈ દમ નથી. જો કે ટ્રમ્પે મેક્રોનને એક સારા વ્યક્તિ ગણાવ્યા હતા. હમાસના અધિકારી બાસીમ નઇમે યુએસના દૂત દ્વારા પરિસ્થિતિની ખોટી રજૂઆત કરાતી હોવાનો આક્ષેપ કર્યાે હતો.SS1MS