પૂર્વગ્રહ ન હોય તો કોર્ટ ફોજદારી ફરિયાદોમાં ફેરફારની મંજૂરી આપી શકે છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, પ્રોસિજર (પ્રક્રિયા) ‘ન્યાયની માલિક નહીં, પરંતુ માત્ર દાસી’ છે તેવું અવલોકન કરી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પ્રોસિજર ન્યાયને મદદ કરવા માટે હોય છે અને અવરોધવા માટે નહીં.
તેથી જો આરોપી પ્રત્યે પૂર્વગ્રહ ન થતો હોય તો અદાલતો ક્રિમિનલ ફરિયાદોમાં સુધારાને મંજૂરી આપી શકે છે. સર્વાેચ્ચ અદાલતના આ ચુકાદો એ સિદ્ધાંતને મજબૂત બનાવે છે કે પ્રોસિજરલ ટેકનિકાલિટી ન્યાયના માર્ગમાં અવરોધરૂપ ન હોવી જોઇએ. કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્›મેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ દાખલ કરાયેલી ફોજદારી ફરિયાદમાં સુધારાને મંજૂરી આપી હતી.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપમાં ફેરફાર કરવામાં આવે, પરંત જો આરોપી પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન હોય, તો ટ્રાયલ આગળ વધી શકે છે.
વધુમાં જો તેનાથી પૂર્વગ્રહ થવાની શક્યતા હોય, તો કોર્ટ નવા ટ્રાયલનો આદેશ આપી શકે છે અથવા ટ્રાયલને આવા સમયગાળા માટે મુલતવી રાખી શકે છે. સીઆરપીસીની કલમ ૨૧૭ હેઠળ જો નિર્ધારિત શરતો હેઠળ આરોપમાં ફેરફાર કરવામાં આવે તો ફરિયાદી અને આરોપીને સાક્ષીઓને પાછા બોલાવવાની સ્વતંત્રતા આપે છે.
આરોપી પ્રત્યે પૂર્વગ્રહ થાય છે કે નહીં તે મુખ્ય પરિબળ છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ સમગ્ર મામલો કુલ રૂ.૧૪ લાખના ચેક બાઉન્સ થવા અંગેનો હતો. ફરિયાદમાં આરોપ હતો કે ચેક દેશી ઘીની ખરીદી માટે આપવામાં આવ્યા હતાં.
જોકે પછીથી ફરિયાદીએ ફરિયાદમાં સુધારો કરીને એક કથિત ટાઇપોગ્રાફિકલ ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યાે જેમાં કહેવામાં આવ્યું હતું કે વેચાયેલ માલ ખરેખર દૂધ હતો. ટ્રાયલ કોર્ટે આ સુધારાને મંજૂરી આપી હતી, પરંતુ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે નિર્ણય ઉલટાવી દીધો હતો.SS1MS