Western Times News

Gujarati News

ક્રેડિટ કાર્ડ સ્વાઇપના કમિશનની લાલચે યુવક સાથે ૩૧.૬૮ લાખની છેતરપિંડી

અમદાવાદ, શહેરમાં રહેતા એક યુવકની સાથે અગાઉ અભ્યાસ કરતા શખ્સ અને તેના સાગરિતે છેતરપિંડી આચરી છે. આરોપીએ ક્રેડિટકાર્ડ સ્વાઇપ કરવા બદલ કમિશન આપીને કાર્ડના બિલ ન ભરતા યુવક ફસાઇ ગયો હતો.

આરોપીઓએ ૩૧.૬૮ લાખનું બિલ ન ભરતા યુવકને વ્યાજે નાણાં લેવાનો વારો આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા ઘાટલોડિયા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘાટલોડિયામાં રહેતા પ્રણવભાઇ પટેલ ગેરેજ ધરાવે છે. તેમની સાથે ઋષભ વોરા સ્કૂલમાં ભણતો હતો. ઋષભ હાલ સીએના ત્યાં નોકરી કરે છે. વર્ષ ૨૦૨૧માં ઋષભે તેનો મિત્ર યશ મહેતા ફોનનો વેપાર કરતો હોવાથી તે તકલીફમાં હોવાનું કહીને ક્રેડિટકાર્ડ માંગ્યુ હતું. ક્રેડિટકાર્ડ આપીશ તો તને ફાયદો થશે તેમ કહેતા પ્રણવભાઇએ ક્રેડિટકાર્ડ આપ્યું હતું.

આરોપીએ તે કાર્ડ સ્વાઇપ કરાવીને પ્રણવભાઇને ૭થી ૮ હજાર કમિશન આપ્યું હતું. જે બાદ કાર્ડનું બિલ ભરીને રિન્યૂ કરાવ્યું હતું. બાદમાં આવા બીજા કાર્ડ આપીશ તો તને ફાયદો થશે તેમ કહેતા પ્રણવભાઇએ ઓળખીતા અને સંબંધીઓના ક્રેડિટકાર્ડ આપ્યા હતા. આરોપીઓએ બે ત્રણ માસ સુધીમાં બે અઢી લાખ કમિશન આપ્યું હતું.

જે બાદ આરોપીઓએ કાર્ડનું પેમેન્ટ ન ભરીને આપઘાતની ધમકી આપી હતી. જેથી પ્રણવભાઇને વ્યાજે નાણાં લઇને ૧૨ લાખ ચૂકવવા પડ્યા હતા. આરોપીઓએ ૩૧.૬૮ લાખ ન ભરીને છેતરપિંડી આચરતા ઘાટલોડિયા પોલીસે આરોપી ઋષભ વોરા (રહે. ગ્રીનપાર્ક એપાર્ટમેન્ટ, નારણપુરા) અને યશ મહેતા (રહે. અપૂર્વ બંગલો, ભુયંગદેવ) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.