ફહાદ ફાઝિલનું બાર્સેલોનામાં ટેક્સી ડ્રાઇવર બનવાનું સપનું

મુંબઈ, મલયાલમ ફિલ્મ સ્ટાર ફહાદ ફાઝિલ હમણા તો તેની વાદીવેલુની ફિલ્મ ‘મારીસન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની નિવૃત્તિનાં આયોજન અંગે વાત કરતા કહ્યું હતું. ફહાદે કહ્યું કે જ્યારે લોકો તેની ફિલ્મથી કંટાળી જાય તો મને બાર્સેલોનામાં લોકોને ટેક્સીમાં ફેરવવાનું સૌથી વધુ ગમશે.
જ્યારે ફહાદ ફાઝિલને તેના આ સપના વિશે પૂછાયું તો તેણે કહ્યું, “બિલકુલ, અમે થોડાં મહિનાઓ પહેલાં જ બાર્સેલોનામાં હતાં. તો હા, બિલકુલ. જ્યારે લોકો મારી ફિલ્મથી કંટાળી જાય ત્યારે આ જ કરવાનું છે. તમને ખબર છે? મતલબ કે, મજાકની વાત અલગ છે, પરંતુ માત્ર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાના. કમસે કમ, કોઈનું ગંતવ્ય સ્થાન જોવું, એ સૌથી સુંદર બાબત છે.
હજુ પણ મને તક મળે ત્યારે હું આવું કરું છું. એ મારો સમય છે. માત્ર ડ્રાઇવ જ નહીં કરવાનું, તમે તમને જે સૌથી વધુ કરવું ગમે એ કરવાનું, પછી તે રમત હોય, ખેલ હોય કે પછી ટીવી જોવું. તેનાથી તમારી બાબતોને જોવાની દૃષ્ટિમાં મદદ કરે છે.”
૨૦૨૦માં ફહાદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હાલ તો, મને એક ઉબર ડ્રાઇવર બનવાથી વિશેષ કશું જ કરવું ગમતું નથી. મને લોકોને ફેરવવા ગમશે. હું મારી પત્નીને કહું છું, નિવૃત્તિના પ્લાન માટે મારી બાર્સેલોનામાં જઇને લોકોને સ્પેનમાં ફેરવવાની ઇચ્છા છે. એને આ પ્લાન ગમે છે.” તેની આ વાતના સંદર્ભે ફહાદને આ પ્રશ્ન પૂછાયો હતો.SS1MS