Western Times News

Gujarati News

ગ્લોબલ ટોપ ૭માં પહોંચેલ પહેલું બોલિવૂડ સોંગ ‘સૈયારા’

મુંબઈ, યશરાજ ફિલ્મ્સની તાજેતરમાં રિલીઝ થયેલી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ સાથે અન્ય ગ્લોબલ ચાર્ટ પર પણ ઇતિહાસ સર્જી રહી છે. હવે આ ફિલ્મનું ટાઇટલ ગીત સ્પોટીફાયના ટોપ ૫૦ ગ્લોબલ ચાર્ટમાં ટોપ ૭માં પહોંચેલું પહેલું બોલિવૂડ ગીત બન્યું છે.

અત્યાર સુધીમાં આ ગીત ગ્લોબલી ૩.૮૭ મિલિયન વખત સ્ટ્રીમ થયું છે, તેમાં પણ ૩.૬૧ મિલિયન વ્યુઝ તો માત્ર ભારતમાંથી જ મળ્યાં છે.ન્યુ કમર્સ અહાન પાંડે અને અનીત પડ્ડાની ‘સૈયારા’, ‘કહોના પ્યાર હે’ પછી ન્યુકમર્સની પહેલી હિટ ફિલ્મ છે.

જેણે માત્ર ૪ દિવસમાં ૧૦૦ કરોડની કમાણી કરી લીધી. ‘સૈયારા’નું આલ્બમ પહેલાંથી જ ઘણું લોકપ્રિય થયું છે, જેમાં તનીશ્ક બાગચી, ફહીમ અર્સલાન, જુબિન નોટિયાલ, શિલ્પા રાવ, વિશ્લા મિશ્રા, અરિજિત સિંહ, સચેત પરંપરા, શ્રેયા ઘોષાલ અને મિથન જેવા કલાકારોએ ગીતોને અવાજ આપ્યો છે સ્પોટિફાયના ટુ ૫૦માં આ ફિલ્મના ૬ ગીતો પોતાનું સ્થાન જમાવીને બેઠાં છે.

ટાઇટલ સોંગ પાંચ દિવસથી પહેલાં નંબરે પહોંચ્યું છે. આ પહેલાં રેપર હ્યુમનકાઇન્ડનું ‘બિગ ડ્‌વોગ્ઝ’ આ પહેલાં એક નોન બોલિવૂડ સિંગલ તરીકે સ્પોટીફાય પર ગ્લોબલ ક્રમાંકમાં આગળ પહોંચ્યું હતું.આટલું ઓછું હોય તેમ વિવિધ પ્રકારન પ્લેટફર્મ પર આ ગીતને પહેલા નંબરે પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રકારના એક કેમ્પેઇનને અનન્યા પાંડેએ પણ પોતાનો અવાજ આપ્યો હતો. આ બાબતને આ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર તનિશ્ક બાગચીએ પણ ગર્વની ક્ષણ ગણાવી હતી. સાથે તેણે ફૅન્સનો તેનો ઉત્સાહ વધારવા બદલ આભાર પણ માન્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.