‘ઉદયપુર ફાઈલ્સ’ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ

મુંબઈ, સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર લાગેલી રોકને હટાવી દીધી છે. અગાઉ દિલ્હી હાઇકોર્ટે ૧૨ જુલાઈના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ પર સ્ટે મૂકી હતી. ફિલ્મના નિર્માતાઓએ આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યાે હતો. એડવોકેટ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટના જજને જણાવ્યું હતું કે, ફિલ્મ ૧૨ જુલાઈના રોજ રિલીઝ થવાની હતી.
અને બધા થિયેટરો બુક થઈ ગયા છે, હવે થિયેટર માલિકો ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.સુપ્રીમ કોર્ટે ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના કેસને દિલ્હી હાઇકોર્ટમાં મોકલી દીધો છે. જે ફિલ્મ કન્હૈયા લાલની હત્યા પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટથી સોમવારે આ મામલે સુનાવણી કરવા વિનંતી કરી હતી અને તમામ પક્ષોને હાઈકોર્ટ સામે પોતાની દલીલો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફિલ્મના રિલીઝ પર રોક હટાવી દીધી હતી.
જમીયતના અધ્યક્ષ અરશદ મદનીએ ફિલ્મ પર રોક લગાવવાની માગ કરી હતી. હવે ફિલ્મના નિર્માતા કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા સૂચવેલ ૬ ફેરફારો સાથે નિર્માતાઓ ફિલ્મ રિલીઝ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે ફિલ્મના નિર્માતાઓને હાઇકોર્ટના આદેશ સામે કરેલી અરજીને પાછી ખેંચવાની મંજૂરી આપી દીધી છે. નિર્માતાએ અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જસ્ટિસ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન નિર્માતાના વકીલ ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ‘વિવાદે ફિલ્મને સારી પબ્લિસિટી અપાવી છે, જેમાં ફિલ્મને ઘણો લાભ મળી શકે છે.’SS1MS