Western Times News

Gujarati News

USAના ટ્રમ્પ કરતાં ભારતના PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

File

📊 કેટલીક મુખ્ય હાઇલાઇટ્સ:

🇮🇳 PM મોદી: 75% સમર્થન – સર્વોચ્ચ
🇰🇷 લી જે-મ્યુંગ (દક્ષિણ કોરિયા): 59%
🇦🇷 જેવિયર મિલી (આર્જેન્ટિના): 57%
🇨🇦 માર્ક કાર્ની (કેનેડા): 56%
🇦🇺 એનથોની અલ્બેનીઝ (ઑસ્ટ્રેલિયા): 54%
🇺🇸 ડોનાલ્ડ ટ્રમ્પ (યુએસ): 44% સમર્થન, 50% વિરુદ્ધ
🇫🇷 એમેન્યુઅલ મેક્રોન (ફ્રાન્સ): ફક્ત 18% સમર્થન, 74% અસંતોષ
📉 સૌથી ઓછા લોકપ્રિય નેતાઓ:

🇯🇵 શિગેરુ ઇશિબા (જાપાન): 20% સમર્થન, 66% અસ્વીકાર
🇨🇿 પેટ્ર ફિઆલા (ચેક રિપબ્લિક): 18% સમર્થન, 74% અસ્વીકાર

નવી દિલ્‍હી,  વડા પ્રધાન મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્‍યા છે. બિઝનેસ ઇન્‍ટેલિજન્‍સ કંપની ર્મોનિંગ કન્‍સલ્‍ટ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ ૨૦૨૫ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર, પીએમ મોદીને ૭૫% લોકોનું એપ્રુવલ રેટિંગ મળ્‍યું છે.

આ સર્વે ૪ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્‍યો હતો અને તેમાં ૨૦ થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ પોતાની પોસ્‍ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે.

પીએમ મોદી પ્રથમ સ્‍થાને છે, જ્‍યારે દક્ષિણ કોરિયાના રાષ્‍ટ્રપતિ લી જે-મ્‍યુંગ ૫૯%ની મંજૂરી રેટિંગ સાથે બીજા સ્‍થાને છે. ત્રીજા સ્‍થાને આર્જેન્‍ટિનાના રાષ્‍ટ્રપતિ જેવિયર મિલી છે, જેમને ૫૭% લોકોનું સમર્થન છે. તેમના પછી કેનેડાના માર્ક કાર્ની (૫૬%) અને ઓસ્‍ટ્રેલિયાના એન્‍થોની અલ્‍બેનીઝ (૫૪%) આવે છે.

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ૪૪% લોકોનું સમર્થન મળ્‍યું છે, જ્‍યારે ૫૦% લોકો તેમની વિરુદ્ધ છે. સૌથી ઓછા લોક-યિ લોકશાહી નેતાઓમાં ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન અને ચેક રિપબ્‍લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલાનો સમાવેશ થાય છે, જેમને ફક્‍ત ૧૮% લોકોનું સમર્થન મળ્‍યું છે, જ્‍યારે ૭૪% લોકો તેમનાથી અસંતુષ્ટ છે.

અન્‍ય નેતાઓમાં ઇટાલીની જ્‍યોર્જિયા મેલોનીઃ ૪૦% સમર્થન, ૫૪% અસ્‍વીકાર

જર્મનીના ફ્રેડરિક મેર્ઝઃ ૩૪% સમર્થન, ૫૮% અસ્‍વીકાર,

તુર્કીના રેસેપ તૈયપ એર્દોગનઃ ૩૩% સમર્થન, ૫૦% અસ્‍વીકાર,

બ્રાઝિલના લુલા દા સિલ્‍વાઃ ૩૨% સમર્થન, ૬૦% અસ્‍વીકાર,

બ્રિટનના કીર સ્‍ટારમરઃ૨૬% સમર્થન, ૬૫% અસ્‍વીકાર,

જાપાનના શિગેરુ ઇશિબાઃ ૨૦% સમર્થન જ્‍યારે ૬૬% અસ્‍વીકાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.