ગોદરેજ ગ્રુપના એરોસ્પેસ બિઝનેસે પ્રેટ એન્ડ વ્હીટની સાથે એરોસ્પેસ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ કર્યો

મુંબઈ, 25 જુલાઈ, 2025 –ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપના એરોસ્પેસ બિઝનેસે એરક્રાફ્ટ એન્જિન એપ્લિકેશન્સ માટે જટિલ એરોસ્પેસ પાર્ટ્સના ઉત્પાદન માટે એરક્રાફ્ટ એન્જિન્સ અને ઓક્સિલરી પાવર યુનિટ્સની ડિઝાઇન, મેન્યુફેક્ચર અને સર્વિસમાં વિશ્વમાં અગ્રણી તથા આરટીએક્સ બિઝનેસ પ્રાટ એન્ડ વ્હીટની તરફથી એક કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.
આ સીમાચિહ્ન ભારતની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને આગળ લઈ જવા માટે ગોદરેજની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે તથા ગ્લોબલ એરક્રાફ્ટ એન્જિન ઓઇએમના મુખ્ય સપ્લાયર બનવા માટે તેના વિઝનને સંલગ્ન છે. આ કોન્ટ્રાક્ટ ટેક્નોલોજી તથા પ્રોડક્શન વોલ્યુમ્સની બાબતે એરક્રાફ્ટ એન્જિન એપ્લિકેશન્સમાં કંપનીની ઓફરિંગ્સમાં નોંધપાત્ર વધારો કરશે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના ભાગ એરોસ્પેસ બિઝનેસના બિઝનેસ હેડ માણેક બેહરામકમાદિને જણાવ્યું હતું કે દાયકાઓથી ગોદરેજ હાઇ-પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગમાં મોખરે રહી છે અને ભારતની એરોસ્પેસ મહત્વાકાંક્ષાઓ અને મહત્વની ટેક્નોલોજીઓમાં આત્મનિર્ભરતામાં યોગદાન આપે છે. પ્રાટ એન્ડ વ્હીટની સાથેનો આ કોન્ટ્રાક્ટ કેવળ એક બિઝનેસ માઇલસ્ટોન જ નથી, તે કોમ્પ્લેક્સ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં ભારતની વધી રહેલી ક્ષમતાઓનું પ્રમાણ પણ છે.
અમારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગહન નિપુણતાઓ અને વૈશ્વિક ગુણવત્તા માપદંડો પ્રત્યે પ્રતિબદ્ધતાનો લાભ લઇને અમે ભારતમાં એવિયેશન મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને આકાર આપવામાં ભૂમિકા ભજવવાનો ગર્વ લઈએ છીએ. અમે ગ્લોબલ એરોસ્પેસ સપ્લાય ચેઇનમાં અમારી હાજરી વિસ્તારવા અને આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છીએ.
આ કોન્ટ્રાક્ટ સાથે ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ પ્રિસિઝન એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં તેની હાજરીને વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે, જે ગ્લોબલ ઓઇએમ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવે છે. ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ ભારતમાં કુલ 35,000 ચોરસ મીટર એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને અન્ય 48,500 ચોરસ મીટર હાલ વિકાસના તબક્કા હેઠળ છે. આ કંપનીના વૈશ્વિક સ્તરે ભારતની ઉત્પાદન ક્ષમતાઓને સક્ષમ અને ઉન્નત કરવાના વિઝન સાથે સુસંગત છે.