ગોદરેજ સ્માર્ટ લોક્સ એપનો ઉપયોગ કરી બ્લૂટૂથથી દરવાજો ખોલી શકાશે

લોક્સ એન્ડ આર્કિટેક્ચર સોલ્યુશન્સે ભારતના સૌથી એક્સેસિબલ સ્માર્ટ ડોર લોક ગોદરેજ એડવાન્ટિસ જીએસએલ ડી1 રજૂ કર્યું
મુંબઈ, 21 જુલાઈ 2025: હોમ સેફ્ટી અને આર્કિટેક્ચરલ સોલ્યુશન્સ સેગમેન્ટમાં અગ્રણી ગોદરેજ ગ્રુપ એન્ટરપ્રાઈસિસ ગ્રુપનો મહત્વનો બિઝનેસ એવા લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે આજે તેની લેટેસ્ટ હાઈ–ટેક ઈનોવેશન એડવાન્ટીસ જીએસએલ ડી સ્માર્ટ ડોર લોક સમગ્ર દેશમાં લોંચ કરવાની જાહેરાત કરી છે.
વિશ્વ માટે ભારતમાં ડિઝાઈન અને નિર્માણ એડવાન્ટીસ જીએસએલ ડી1 આધુનિક હોમ સેફ્ટીમાં એક સફળતા છે, જે અત્યાધુનિક સ્માર્ટ એક્સેસ ટેકનોલોજી તથા સાનુકૂળતા સાથે એઈસ્થેટીક એલેજેન્સનું ઉત્તમ મિશ્રણ છે.
રૂપિયા 18,499/-થી શરૂ થતી કિંમત સાથે આધુનિક ઘરો માટે ભારતના સૌથી અત્યાધુનિક ડિજિટલ લોકના સ્વરૂપમાં સ્થાપિત જીએસએલ ડી1ને શહેરી જીવનશૈલીની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં અનેક લેવલની ડિજિટલ પ્રોટેક્શન સાથે ડિઝાઈન સોફિસ્ટીકેશન અને એક્સેસિબિલિટીનું ઉત્તમ મિશ્રણ કરવામાં આવેલ છે.
ગોદરેજ એન્ટરપ્રાઈસિસ ગ્રુપના લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સના બિઝનેસ હેડ શ્રી શ્યામ મોટવાનીએ જણાવ્યું હતું કે, “એડવાન્ટિસ જીએસએલ ડી1 સાથે અમે આધુનિક હોમ સેફ્ટીની વ્યાખ્યાને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહ્યાં છીએ.તે તમારા ઘરને સુરક્ષિત રાખવા ઉપરાંત તેને સ્ટાઈલ, ઈન્ટેલિજન્સ તથા સિમ્પલિસિટીથી તેને સજ્જ કરવામાં આવેલ છે. આ લોંચ ભારતીય બજાર માટે સ્માર્ટ હોમ સેફ્ટી સોલ્યુશન્સમાં એક મહત્વની છલાંગ છે, જે ‘મેક ઈન ઈન્ડિયા, ફોર ધ વર્લ્ડ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાને મજબૂત કરે છે.”
જીએસએલ ડી1 એડવાન્ટેજ સાથે ચાવીરૂપ વિશેષતા
- મોબાઈલ એનએફસીઃ ચાવી અથવા કાર્ડ વગર હેસલ-ફ્રી એક્સેસ
- રિમોટ ઓપરેશન ઓવર વાઈ–ફાઈઃ વિશ્વમાં ગમે ત્યાંથી તમારો ડોર ખોલી અને મોનિટર કરી શકો છે
- મોબાઈલ બ્લૂટૂથઃ ગોદરેજ સ્માર્ટ લોક્સ એપનો ઉપયોગ કરી બ્લૂટૂથ મારફતે એક્સેસ ડોર
- બાયોમેટ્રીક સિક્યુરિટીઃ અત્યાધુનિક સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ આધારિત એક્સેસ
- પિનકોડ એક્સેસઃ સ્ક્રેમ્બલ્ડ કોડનો ઉપયોગ કરીને કોમ્પ્લેક્સ, લગભગ અનબ્રેકેબલ પાસવર્ડ સર્જન
- આરએફઆઈડી કાર્ડઃ ડુપ્લિકેશનને અટકાવવા અને વધારાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એન્ક્રિપ્ટેડ એક્સેસ કાર્ડ. ઉપયોગ કરવામાં સરળ, પરિવારના વૃદ્ધ સભ્ય માટે ઉપયુક્ત
- મિકેનિકલ કી ઓવરરાઈડઃ ઈએક્સએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાઈ-ગ્રેડ મિકેનિકલ ફોલબેક
- વીડીપી ઈન્ટીગ્રેશનઃ વધારાની સુવિધા માટે વીડિયો ડોર ફોન સાથે વધારે સુસંગત
હવે બે આકર્ષક રંગ-રોઝ ગોલ્ડ અને બ્લેકમાં ઉપલબ્ધ, જીએસએલ ડી1માં ઈમર્જન્સી ટાઈપ-સી યુએસબી ચાર્જિંગ, ફ્રી ઈન્સ્ટોલેશન અને 3 વર્ષની વોરન્ટીનો પણ સમાવેશ થાય છે.
એડવાન્ટિસ જીએસએલ ડી1 સમગ્ર ગુજરાતમાં 350થી વધારે મલ્ટી-બ્રાન્ડ હોમ ઈમ્પ્રૃવમેન્ટ સ્ટોરમાં ઉપલબ્ધ બનશે. આ પ્રોડક્ટ મહત્વના ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી પણ ઉપલબ્ધ બનશે, જેમાં અર્બન મેટ્રોમાં તેની ઝડપભેર ઉપલબ્ધતા સુનિશ્ચિત બનશે.
પોતાના વ્યાપક દ્રષ્ટિકોણ અંતર્ગત લોક્સ એન્ડ આર્કિટેક્ચર સોલ્યુશન્સ એ આર્કિટેક્ચર અને હોમ સેફ્ટીના ક્ષેત્રમાં સતત ઈનોવેશન કરી રહેલ છે, તથા ક્રાફ્ટમેનશીપનું ઈન્ટેલિજન્ટ સ્માર્ટ હોમ સોલ્યુશન્સ સાથે ઉત્તમ સમન્વય કરવામાં આવેલ છે. જીએસએલ ડી1 સાથે કંપની ઉભરી રહેલા ભારતીય ઘરોની સુરક્ષા, સ્ટાઈલિશ તથા સ્માર્ટ એક્સેસને લગતા ઉકેલ પ્રદાન કરવાની પોતાની વચનબદ્ધતાનું પુનરાવર્તન કરે છે.