Western Times News

Gujarati News

વજન ઘટાડવા માટે આ ઔષધી ખૂબજ ઉપયોગી છે

માનસિક તાણ-સ્ટ્રેસ અને ખેંચમાં પણ શરીરની   ક્રિયાઓને એટલે કે એડ્રિનાલીન ગ્રન્થીયોમાંથી કોર્ટિઝોન નામનો પદાર્થ બહાર પડે છે.

અંત:ર્સ્ત્રાવી ગ્રંથિઓ અને મેદ:

સ્ત્રીઓના યૌવનકાળે અંત:સ્રાવી ગ્રંથિ, ઈસ્રોજનનો સ્ત્રાવ શરુ ઓ થાય છે. ત્યારે માસિક અટકાવ આવવો શરૂ થાય છે.કોઈને ૧૨-૧૩ વર્ષે તો કોઈને ૧૬-૧૭ વર્ષે દેખાય છે. આ કાળ દરમ્યાન કોઈને ખૂબ જ ઓછું , કોઈને વધારે તો કોઈને નિયમિત ન આવતા ૩-૪ માસે આવે છે.

ત્યારે એ કાળ દરમ્યાન કોઈને અસહ્ય દુખાવો પણ થાય છે. આ કાળ દરમ્યાન મન સંવેદનશીલ થાય છે અને જયારે ઇસ્ટ્રોજનના સ્ત્રાવનું નિર્માણ વધુ ઓછું થાય છે ત્યારે માસિક સ્ત્રાવની સમતુલા રહેતી નથી.

પરિણામે ઘણી યુવતીઓમાં તેના સ્વાભાવથી માંડી અવિરત રીતે વજન વધવાના કેસો જોવા મળ્યા છે. આજ ઇસ્ટ્રોજન જયારે ૩૮ થી ૫૫ વર્ષની ઉંમર સુધીમાં ભારે ઉથલપાથલ મચાવી દે છે.

માનસિક તાણ-સ્ટ્રેસ અને ખેંચમાં પણ શરીરની   ક્રિયાઓને એટલે કે એડ્રિનાલીન ગ્રન્થીયોમાંથી કોર્ટિઝોન નામનો પદાર્થ બહાર પડે છે. જેમ માનસિક ખેંચ વધુ તેમ તેના આ સ્ત્રાવ પણ વધુ. આ સ્થિતિમાં એટલે કે માનસિક ખેંચ-સ્ટ્રેસમાં  વધુ પડતો ખોરાક માનવી લીધા કરે છે. પરિણામે, શરીરમાં મેદનો વધારો થાય છે. અને તેના લક્ષણોમાં થાક અને કંટાળો  ખૂબજ જણાય છે.

થાયરોઇડ ગ્રન્થીન સ્ત્રાવની ઉણપના કારણે ભલે ખોરાક ઓછો લેવાતો હોય છતાં પણ આ ઉણપને કારણે વજન રૂપે સોજા પણ જણાય છે. મેદસ્વી વ્યક્તિઓમાં મધુપ્રમેહ, લોહીની નળીઓની સ્થિતિસ્થાપક્તામાં ઘટાડો, ગાઉટ , ગોલબ્લેડર એટલે પિત્તાશયના રોગો, લોહીનું ઊંચુ દબાણ, કફ, શરદીનો ઉપદ્રવ, આમવાત, ઢીચણ, અને કમરનો દુઃખાવો, પગમાં સોજા વિગેરે જાતજાતના રોગો, મેદસ્વી વ્યક્તિઓને થવાનો ભય રહે છે . મેદ વંશ પરંપરાગત કુટુંબમાં પણ આવે છે અને તે પ્રકૃતિ ઉપર જાય છે.

લક્ષણો : ચરક સહીંતામાં આ રોગના લક્ષણો મહર્ષિ ચરકે વર્ણન કરી કહ્યું છે કે , મેદવાળી વ્યક્તિનું ઓછું આયુષ્ય, ઓછી સ્ફૂર્તિ, ઓછી મેયથૂં શક્તિ, કાયમની નબળાય, થાક, પસીનો વધુ, ક્યારેક દુર્ગંધવાળો,ભૂખ વધુ અને તરસ પણ વધુ લાગે છે.લક્ષણો-વિશેષ કરીને પેટ વધવું, પેઢુની ચામડી  જાડી  થાય જવી. પેટ તથા છાતીના માસમાં લોચા વધીને લચી પડવું, ખોરાકનું પ્રમાણ વધુ ખવાય, શ્વાશ ચઢવો , થોડો પણ શ્રમ લેવાથી થાકી જવું તથા શ્વાશ ચઢવો, ઊંઘ વધુ આવવી, પરસેવો  વધારે આવવો તથા શરીરમાંથી દુર્ગન્ધ આવવી વિગેરે.

વળી શક્તિ તેમજ પુરુષત્વ ઓછું થઈ જવું. તાવ  શરદી પ્રહમે, અપચો વિગેરે દર્દો થાય તો સહેલાયથી મટવા નહીં વિગેરે લક્ષણો મેદોવૃદ્ધિમાં જોવા મળે છે.   ચિકિત્સા:  ચવક  , ચિત્રકમૂળ, જીરું, સૂંઠ, મરી, પીપર , શેકેલી  હિંગ તથા સંચળ ધાને સરખે ભાગે લય ચૂર્ણ ત્યાર કરવું. સ્વર સાંજ   એક-એક તોલો મધ સાથે લેવું.  યોગરાજ ગૂગળનું  લાંબા સમય સુધી સેવન કરવું.  ગળો તથા ત્રિફળાનો ઉકાળો મધમાં નાખી દરરોજ પીવું.  એક અનુભૂત ટીકડી: ઘટક દ્રવ્યો ત્રયોદશાંગ  ગૂગળ ૩૦૦ મી.ગ્રા. આરોગ્યવર્ધિની ૫૦ મી.ગ્રા , નવક ગૂગળ

૫૦ મી.ગ્રા. શું.શિલાજીત ૨૦ મી.ગ્રા. ત્રિમૂર્તિ રસ ૩૦ મી.ગ્રા

આ ગોળી જાણીતી છે.  અનેક લાક્ષણિક કસોટીઓ (ક્લિનકલ ટ્રાયલ્સ ) ની ફલશ્રુતિ માટે અક્ષીર માલમ નીવડી છે . આ ગોળી માં આયુર્વેદિક ઔષધોનું સંમિશ્રણ  હોવાથી મેદોવૃદ્ધિના રોગ માટે અસરકારક, હાનિરહિત અને અકસીર છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીના ભાગને  fat તીસ્સુંએ ને ઓગાળી મેદને કાપે છે . મેદ ઓગળે ત્યારે મેદના કોષોની સંખ્યા ઓછી થતી નથી , પરંતુ મેદના કોષોની સાઈઝ એટલે કે  પ્રમાણ માં  ચોક્કસ ઘટાડો થાય છે.

એડીપોઝ ટિસ્સ્યુ સેલની સાઈઝ સપ્રમાણ બને છે આમ મેદ કપાય છે. આ ગોળીના સેવન કરવાથી જરાપું અશક્તિ લાગતી નથી. સ્ફૂર્તિ અનુભવાય છે વજન ઘટાડવા માટે ખૂબજ પ્રભાવિત નીવડ્યું છે નવક ગુગળ મેદોહર ગુગળ મેદ બાળે છે, પાચનક્રિયા  વધારે છે અને મેદની નવી ઉતપત્તીને રોકે છે આ નવક ગુગળ મેદ વિકૃતિને દૂર કરવા માટેનો એક નિર્ભય અને ઉત્તમ ઔષધ છે. મેદોહર ગુગળને  આ ટીકડીમાં   ત્રયોદશાંગ   ગુગળ તથા બીજા ઔષધો જોડેનું બહોળા અનુભવ પછીનું જે પ્રમાણમાં સંયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ત્રયોદશાંગ ગુગળ અને મેદોહર ગુગળની કાર્યક્ષમતા વધારી ફેટ ટીશ્યુ સેલ્સના મેદને ઓગાળવાનો તથા મેદનો  કોષોમાં સન્ચ્ય નહિ થવા દેવાનો ગુણાધાર ધરાવે છે.

આ ટીકડીનું બીજું દ્રવ્ય ત્રિમૂર્તિ રસ છે જેનું કાર્ય પણ મેદને દૂર કરવા માટેનું છે. મેદોવૃદ્ધિમાં  જે મેદ છે તે શરીરને સ્થૂળ બનાવે છે. પરંતુ શરીરને કોઈ પોષણ આપતું નથી ઉલ્ટાનું શરીરના  બળનું શોષણ કરે છે . પાચનક્રિયા સાથે સબંધ ધરાવતી વાતવાહિનીઓ તથા અવયવો બધાને સબળ બનાવે, આમાશય રસની ઉત્પત્તિ  વધુ કરાવે

આમ એ મેદ બાળવા માંડે લોહીની અંદરના તથા ત્વચ્છાની સંબંધવાળા મેદના કોષોનું પ્રમાણ ઓગાળે છે , મળશુદ્ધી નિયમિત કરાવે , વાતવાહિનીઓ સબળ બનાવે અને પાચનક્રિયાને બળવાન બનાવે. પાચનક્રિયા જેમ બળવાન બને તેમ મેદ તથા મેદજન્યશોથ સહેલાયથી દૂર થાય છે રક્તવાહિનીઓની દીવાલોની કઠોરતા અને લોહીની નિર્બળતાને લીધે મેદરોગ થઈ શકે છે.

ત્યારે એવો મેદ દુષિત કહેવાય છે . આવા મેદરોગમાં આ અનુભૂત ટીકડી નું નિયમિત સેવન કરવાથી ખૂબજ લાભ થાય છે  તે ના રોગીઓના કેસ કેટલા બધા અમારી સામેજ  છે. એકતો રક્તવાહિનીઓની કઠોરતા અને બીજુ થાયરૉઇડ ગ્રન્થિ અશક્ત થવાથી આ બે રીતે પાચનશક્તિ ઘટી અને મેદ વધે છે. આયુર્વેદના મત પ્રમાણે ધાતુ ક્રિયા મુજબ મેદ સુધીની ધાતુઓ બને છે તેમાં મેદ વધારે પ્રમાણમાં બને છે . આને લીધે વ્યક્તિ તદ્દન નબળી પડી જાય છે.

આ ટીકડીમાનું એક ઘટક દ્રવ્ય આરોગ્યવર્ધિની   છે જે આવા મેદનો નાશ કરવામાં ખૂબજ સહાયક બને છે. આ અસર દીપનપાચન કાર્ય સારી રીતે વધારીને કરે છે એટલું જ નહીં પણ આરોગ્યવર્ધિની મેદનું  રૂપાંતર  બીજી ધાતુઓમાં સારી રીતે કરવામાં પણ મદદ કરે છે. મળમાંથી  જેટલો ભાગ શરીરમાં લેવા યોગ્ય હોય તેનું પાચન કરાવે. ઉપયોગી ભાગનું રૂપાંતર થઈ  શોષણપણ મદદ કરે છે.

મળમાંથી     જેટલો ભાગ શરીરમાં લેવા યોગ્ય હોય તેનું પાચન કરાવે. ઉપયોગી ભાગનું રૂપાંતર થઈ  શોષણ કરાવે તથા બાકીનો ભાગ બહાર કાઢી નાખવા માટે આરોગ્યવર્ધિની ખૂબજ મદદરૂપ બને છે. આમ શરીરને માટે જેટલો અયોગ્ય મેદનો ભાગ હોય તે રૂપાંતર  ન કરાવી બાકીના કિટ્ટભાગ રૂપે બહાર કઢાવી નાખે છે.

માત્રા : ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વખત નવશેકા પાણી સાથે લેવી . આ ગોળીનું લાંબા સમય સુધી નિયમિત સેવન કરવાથી કોઈ આડઅસર થતી   નથી. તથા  ડાયાબિટીસ , બ્લડ પ્રેશર , હ્ર્દયરોગવાળા દર્દીઓ   સહેલાયથી લઈ શકે છે.

આના સેવન વખતે વધુ પડતો ચરબીવાળો ખોરાક, ઘી , તેલ, ખાંડ વગેરે ઓછા કરી દેવાં. નિયમિત તથા  પ્રમાણસરનો શ્રમ   લેવો જોયે. નિયમિત ચાલવું, હલકી એક્સરસાઇઝ કરવી  અને હલકું ભોજન લેવું આ ઔષધિથી ભૂખ ઓછી થતી નથી અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ હોતી નથી

નવક ગુગળ ૧૨૫ ગ્રામ, તરૂસનાદિ   લોહ ૩૦ ગ્રામ, ગૌવમુત્રઘન     ૩૦ ગ્રામ, ત્રિફળા ગુગળ ૧૨૧ ગ્રામ, ગમબેગો ૫ ગ્રામ,આબધાંનું પ્રમાણસર મિશ્રણ કરી ૫૦૦ મી.ગ્રામની ગોળી કે ટીકડી બનાવવી.

ઉપયોગ: આ ઔષધ અમારે  ત્યાં જાણીતી છે અનેક લાક્ષણિક કસોટીઓ ક્લિનિકલ ટ્રાયલ્સ ની ફલશ્રુતિ પછી આ ટીકડી વજન ઘટાડવા માટે એક્સીર માલુમ નીવડી છે.  તે આયુર્વેદિક વનશ્રીના ઔષધોનું સંમિશ્રણ હોવાથી અસરકારક, હાનિરહિત , નિર્દોષ અને અકસીર એવી છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળી મેદને કાપે છે.અને એનામાં એવો પણ ગુણ છે કે માણસને તેથી જરાયે અશક્તિ નથી વર્તાતી, બલ્કે તે સ્ફૂરતિ અનુભવે છે.

વજન ઘટાડવા માટે આતુર એવી વ્યક્તિઓ માટે આ ઔષધ ખૂબજ ઉપયોગી છે. આમાંનું ત્રિફળા ગુગળ વજન ઘટાડવા માટે ખૂબજ પ્રભાવી  નીવડ્યું છે. તે લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટાડે છે. લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલ અને હ્રદયરોગ તથા ધમનીકાઠીન્ય  સાથે સીધો સંબંધ હોય, ત્રિફળા ગુગળનો આ ગુણધર્મ મહત્વનો છે. આનાથી થતો વજન ઘટાડો એ આયુષ્ય વધારો કરનારો છે.

માત્રા: ૨-૨ ટીકડી ત્રણવાર પાણી સાથે.સૂચના: શરીરનું વધારાનું વજન નક્કી કરી ઔષધિની સેવનવિધિ શરૂ કરો . દરેક અઠવાડિયે એકજ સ્કેલ પર, એકજ કપડામાં, દિવસના એક જ  સમયે વજન કરવું. તેજ પ્રમાણે પેટ તથા નિતમ્બ નું માપ માપો.

ખોરાક: રોજિંદો ખોરાક. ડાયાબિટીસ હાયપરટેંશન વાળા  દર્દીઓ માટે આ ઔષધ સલામત છે. આ ઔષધથી ભૂખ ઓછી લાગે કે ઓછી થતી નથી. મેદવર્ધનના ક્રમશ : ચાર ચઢતા સોપાનો છે. ૧-રૂવદર્શક. ૨-સંતોષ્ક. ૩-દયાજનક. ૪-ભયજનક. ત્રીજું  અને ચોથું સોપાન ચઢતાં પેહલા આ ટીકડીનું નિયમિત સેવન કરો. ચોથા થી પાછા પેહલા પગથિયે લાવી તેમને સશક્ત, ઘાટીલા અને સુંદર બનાવી શકે છે. આ ટીકડી બિસ્લિમનું વર્ષોનું નિયમિત સેવન ક્રમશ: વજન કાપ કરી જીવનને નવી ઝમક આપે છે તે પ્રભાવી, નિર્દોષ અને માનક ઔષધ છે તેથી જ તે મેદસ્વીઓ-obesity  માં સર્વમાન્ય બની ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.