15 મહિલાઓ જુગારની રમતી ઝડપાઈઃ પોલીસે રંગતમાં ભંગ પાડ્યો

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અનેક મહિલાઓ જુગારની રમતમાં ઉતરી
ગંજીપાના વડે જુગાર રમી રહેલી ૧૫ મહિલા અને બે પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે
જામનગર, જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કેટલીક મહિલાઓએ જુગટૂં રમીને શ્રાવણ માસનું મુહૂર્ત સાચવ્યું હતું, અને પ્રથમ દિવસે જ પોલીસે જુગાર અંગે જુદાજુદા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી ૧૫ મહિલા અને બે પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જુગારના પ્રથમ દરોડો પાડયો હતો જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ૬ સ્ત્રી પુરુષોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરમાં ગુલાબ નગર પાસે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જનકબા ભીખુભા જાડેજા, શબનમ નજીરભાઈ સૈયદ, કુંદનબા ભરતસિંહ જાડેજા, રસીદાબેન હારુનભાઈ જીવરાણી, દિવ્યરાજસિંહ ભરતસિંહ જાડેજા, અને અસલમ રફીકભાઈ કાદરીની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૪૬,૭૬૦ ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો મંગલ ધામ સોસાયટીમાં પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી રચનાબેન સાહિલભાઈ રામાનંદી, કિરણબેન મનીષભાઈ રામોલિયા, વિજયાબેન રમેશભાઈ કારીયા, મયુરીબેન દીપકભાઈ પટેલ, તેમજ ભારતીબેન શૈલેષભાઈ પટેલની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૫,૨૦૦ ની રોકડ રકમ કબજે કરી છે. .
જુગારનો ત્રીજો દરોડો જામનગરમાં ખડખર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી ભાવનાબેન કિરીટભાઈ ખારવા, ફૈજાનાબેન આમિરભાઈ પીંજારા, રોશનબેન સુલતાનભાઈ સુમરા, મેજબીન બસીરભાઈ સંધિ, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા અને પ્રેક્ષાબેન મનહરભાઈ બદલાણી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૧૦૦ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.