Western Times News

Gujarati News

મધુમાલતીના રહીશો વધુ એક વખત તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બન્યા

File Photo

અમદાવાદમાં ભારે વરસાદ : વટવામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો

મધુ માલતી (ઓઢવ), દાણીલીમડા, મણિનગર, હાટકેશ્વર, ઇસનપુર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

નિકોલ વિસ્તારમાં આવેલ મધુમાલતી સોસાયટીમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઘણા વર્ષોથી જોવા મળી રહી છે. ર૦૧૭માં તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ બોટમાં બેસી મધુમાલતી નાગરિકોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 2025 માં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી

જેના કારણે સ્ટેન્ડિગ કમિટી અને વોટર સપ્લાય કમિટી દ્વારા આ મામલે ઝડપથી નિર્ણય કરવામાં આવ્યો અને મધુમાલતીના રહીશોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી રાહત મળે તે માટે રૂ.૧૧ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા નિર્ણય કરવામાં આવ્યો છે જેને વોટર સપ્લાય કમિટી દ્વારા મંજુરી પણ આપવામાં આવી છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં શનિવારની રાતથી જ વરસાદ શરૂ થયો હતો જેમાં રવિવાર વહેલી સવારે મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારના 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો ∨

11 કરોડના ખર્ચે નિકાલની આ સોસાયટીમાં સ્ટ્રોમ વોટર લાઈન નંખાશે

સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા, નારોલ, લાંભા, શાહઆલમ અને દાણીલીમડા વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો પડ્યો હતો. રામોલ, વસ્ત્રાલ, મણિનગર જશોદાનગર, હાટકેશ્વર અને ખોખરા વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

વાસણા, પાલડી એલિસ બ્રિજ વિસ્તારમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. પૂર્વના રખીયાલ, ગોમતીપુર, બાપુનગર, સરસપુર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પશ્ચિમમાં જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, આનંદનગર પ્રહલાદનગર, શ્યામલ સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે..

આ પણ વાંચો ∨

નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણના લોકોને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળશે

 

અમદાવાદ શહેરમાં રવિવાર સવારના 6થી 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ વટવામાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મણિનગર અને રામોલમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડયો હતો.. અમદાવાદમાં દરવર્ષે સિઝનમાં સરેરાશ 35 ઇંચ વરસાદ પડતો હોય છે. આ વર્ષે સિઝનનો સરેરાશ 24.9 ઇંચ એટલે કે, 70 ટકા વરસાદ 27 જુલાઈ સુધીમાં પડ્યો છે.

ભારે વરસાદને પગલે ખોખરા વિસ્તારમાં આવેલા સર્વોદયનગરમાં ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઓઢવની મધુમાલતી આવાસ યોજનામાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. આનંદનગર વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે વેજલપુર વિસ્તારમાં મકરબા પોલીસ હેડ ક્વાર્ટર પાસે ગટરના પાણી બેક મારતા રોડ પર ગટરીયા પાણીની નદી વહી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચ ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન નાખવામાં આવી છે અને પાંચ દિવસ પહેલાં જ ભાજપ મંત્રીએ પાણી ન ભરાવાની અને ગટર ઉભરાવાની સમસ્યા નહિ સર્જાયનો દાવો કર્યો હતો, તે ખોટો સાબિત થયો છે.

મધુમાલતીના રહીશો વધુ એક વખત તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બન્યા છે. આ ઉપરાંત ઇસનપુર-નારોલ હાઇવે સર્વિસ રોડ, દાણીલીમડા, ભાઈપુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા

મણિનગર વિસ્તાર સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કંટ્રોલ રૂમમાં માં બપોરે 4 વાગ્યા સુધી વરસાદી પાણી ભરાવવાની 25 અને ઝાડ પડવાની 3 ફરિયાદ નોંધાઇ હતી જયારે એક સ્થળે વીજ કરંટ લાગવાની પણ ફરિયાદ મળી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.