Western Times News

Gujarati News

વડોદરાની આ ફેકટરીમાંથી થઈ રહી છે રેલવેના ઉપકરણોની યુરોપ સહિતના દેશોમાં નિકાસ

ભારત રેલવેના ઉપકરણોનો મોટો નિકાસકાર બની રહ્યું છે

વડોદરા, શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય કેન્દ્રીય રેલવેમાહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીએ મંત્રીએ  ગુજરાતના વડોદરામાં સાવલી ખાતે સ્થિત અલ્સ્ટોમ ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીની સાથે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીસાવલીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારપશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવે ના જનરલ મેનેજરવડોદરા અને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય સિનિયર રેલવે અધિકારીઓ હતા.

નમો ભારત કોચિઝનું ઉત્પાદન રેલવે મંત્રીશ્રીને અલ્સ્ટોમની ફેક્ટરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓએ યુનિટમાં ચાલી રહેલા વિવિધ કાર્યો વિશે માહિતી આપી હતી. મંત્રીશ્રીએ અત્યાધુનિક ટેકનોલોજી સાથે ઉત્પાદિત ‘નમો ભારત’ કોચની આધુનિક ડિઝાઇન અને બિલ્ડ ગુણવત્તાની પ્રશંસા કરી.

(રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી સાવલી ફેક્ટરીમાં ઉત્પાદિત નમો ભારત‘ કોચ અંગે અલ્સ્ટોમના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે)

સર્વગ્રાહી જાળવણી પ્રવૃત્તિઓ:

અલ્સ્ટોમ ટીમે મંત્રીને જાળવણી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપીજેમાં સામગ્રીનો ઉપયોગ અને સપ્લાયર એકીકરણનો સમાવેશ થાય છે. . ચર્ચાઓમાં સેન્સર અને AI નો ઉપયોગ કરીને નિવારક જાળવણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ

 રેલવે મંત્રીશ્રીને દરેક ઓર્ડર સાથે સાધનોની ડિઝાઇનને સતત અપગ્રેડ કરવાના કંપનીના નવીન અભિગમથી વાકેફ કરવામાં આવ્યા. મંત્રીએ અલ્સ્ટોમને તેના ડિઝાઇન ઇન ઇન્ડિયા‘ રેલવે ઉપકરણો માટે અભિનંદન આપ્યા.

ફેક્ટરીમાં ઉત્પાદિત કોચલોકોમોટિવબોગીપ્રોપલ્શન સિસ્ટમ વગેરેની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે. આ રેલવે ઉપકરણો ડિઝાઇનડેવલપડિલિવર ફ્રોમ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ ઇનિશિયેટિવ‘ ના ભાગ રૂપે ઓસ્ટ્રેલિયાયુકેફ્રાન્સજર્મનીકેનેડામેક્સિકો અને અન્ય દેશોમાં પહોંચી રહ્યા છે.

ભારતમાં રેલવે ઉત્પાદન પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલા ‘મેકઇન ઇન્ડિયામેક ફોર ધ વર્લ્ડ’ વિઝનની અસર જોઈ રહ્યું છે. ભારત હવે વિશ્વના ઘણા વિકસિત દેશોમાં રેલ્વેના ઘટકોકોચ અને લોકોમોટિવ્સની નિકાસ કરી રહ્યું છે”એમ રેલવે મંત્રીશ્રીએ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની સફળતા પર જણાવ્યું.

સાવલી ફેક્ટરીએ વડોદરા ક્ષેત્રના અર્થતંત્રને વેગ આપ્યો છેસ્થાનિક યુવાનો માટે રોજગારીનું સર્જન કર્યું છે અને પ્રદેશનો સર્વાંગી વિકાસ કર્યો છે.

ભારતમાંવિશ્વ માટે પ્રતિભા વિકાસ મંત્રીશ્રીને ભારતમાં અલ્સ્ટોમ દ્વારા હાથ ધરવામાં આવતી પ્રતિભા વિકાસ પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જણાવવામાં આવ્યું હતું કે અલ્સ્ટોમ પાસે ભારતમાં રોલિંગ સ્ટોક અને સિગ્નલિંગ સિસ્ટમ બંને સહિત લગભગ 7,000 એન્જિનિયરો છે. આમાંથીલગભગ 300 એન્જિનિયરો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં રોકાયેલા છે.

મંત્રીશ્રીએ અલ્સ્ટોમના તાલીમ કાર્યક્રમોમાં રસ દર્શાવ્યો અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય સાથે સહયોગનું સૂચન કર્યું. તેમણે અલ્સ્ટોમસાવલી અને પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ વચ્ચે હાલની તાલીમ ભાગીદારીની પ્રશંસા કરી.

મંત્રીશ્રીએ અલ્સ્ટોમ ટીમને ભારતીય રેલ્વે માટે મોટા પાયે કેમ્પસની બહાર અને સ્થળ પર તાલીમ કાર્યક્રમો તૈયાર કરવા વિનંતી કરી. તેમણે રેલવે અધિકારીઓ અને તેમની ટીમોને આ વર્કશોપમાં સક્રિય ભાગીદારી માટે પણ પ્રોત્સાહિત કર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.