મનસા દેવી મંદિરનો રસ્તો ખૂબ જ સાંકડો: ભીડને કારણે મંદિર સુધી પહોંચવું મુશ્કેલ

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ, ૬ શ્રદ્ધાળુઓના મોત
(એજન્સી) હરિદ્વાર, હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ મચી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં છ શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે. ૧૫ લોકો ઘાયલ થયા છે.
રવિવાર હોવાથી સેંકડો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે કતારમાં ઉભા હતા. આ દરમિયાન આ અકસ્માત થયો. પોલીસ અને બચાવ કાર્યકરો ઘટનાસ્થળે હાજર છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીજળીના કરંટને કારણે ભાગદોડની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, વહીવટીતંત્રે આ વાતનો ઇનકાર કર્યો છે. વહીવટી અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, શનિવાર અને રવિવારે પાડોશી રાજ્યો યુપી, દિલ્હી અને હરિયાણાના ભક્તો મોટી સંખ્યામાં મનસા દેવી મંદિરના દર્શન માટે હરિદ્વાર આવે છે. મનસા દેવી મંદિરનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ભીડને કારણે મંદિર સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
આવી સ્થિતિમાં, અકસ્માતોની શક્યતા વધી જાય છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે Âટ્વટર પર લખ્યું, ‘હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે.