વિદ્યાર્થીઓ સાથે સ્માર્ટ એજ્યુકેશન, રોબોટિક લેબ્સ અંગે સંવાદ સાધતાં મુખ્યમંત્રી

સુરત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલ્સની મુલાકાત લઈને વિદ્યાર્થીઓના AI બેઝ્ડ સ્માર્ટ એન્ડ ઈનોવેટિવ એજ્યુકેશનના પ્રોજેક્ટ્સ વિષે માહિતી મેળવી હતી તેમજ વિદ્યાર્થીઓ સાથે સ્માર્ટ એજ્યુકેશન, રોબોટિક લેબ્સ અંગે સંવાદ સાધી પ્રોત્સાહિત કર્યા હતા.
