બાબા રામદેવના દર્શન માટે બેંગલુરુથી રણુજાનો ૨૭૦૦ કિમીની ૧૯ મી સાયકલ યાત્રાનો પ્રારંભ

(પ્રતિનિધિ) મોડાસા, બેંગલુરુથી બાબા રામદેવજીના દર્શનાર્થે રણુજાનો ૨૭૦૦ કિમીની ૧૯ મી સાયકલ યાત્રાનો પ્રારંભ થયો છે રામદેવ એકતા સંઘ બેંગ્લોર દ્વારા આયોજિત ૧૯મી સાયકલ યાત્રા શરૂ થાય તે પહેલાં, ગત રાત્રે મૈસુર રોડ પર રાજપુરોહિત સમાજ ખાતે બાબા રામદેવના નામે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભજન સંધ્યાનું આ આયોજન પુખરાજ મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજસ્થાનના કલાકારોએ ભજનો રજૂ કર્યા હતા. ભજન સંધ્યામાં સંઘ પ્રમુખ રતનસિંહ સોઢા મોદરાન, નરપતસિંહ રાજપુરોહિત, લાભુરામ દેવાસી, દલપતસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
ભાયલ, ખાસ સહયોગી રઘુવીર સિંહ દાસપાન અને સાયકલ સહયોગી જબરારામ માલી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ યાત્રા ૨૭ જુલાઈના રોજ બેંગ્લોરથી પ્રારંભ થઈ હતી અને ૨૭૦૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી રામદેવરા પહોંચશે. જય બાબા રોન જય ઘોષ સાથે આ યાત્રા આગળ વધી રહી છે