‘સૈયારા’ માટે સિદ્ધાર્થ અને કિઆરા હતાં પહેલી પસંદ

મુંબઈ, બે ડેબ્યુ કરનારા કલાકારોની ફિલ્મ ‘સૈયારા’એ જે રીતે બોક્સ ઓફિસ પર સપાટો બોલાવ્યો છે, તેનાથી ઘણા આશ્ચર્યમાં છે. આ ફિલ્મે અહાન પાંડે અને અનીત પડ્ડાને રાતોરાત સ્ટાર બનાવી દીધાં છે.
આજે જેનઝી આ બંનેના ફૅન થઈ ગયાં છે. ત્યારે તાજેતરમાં ફિલ્મના ડિરેક્ટર મોહિત સુરીએ એક નવો ખુલાસો કર્યાે છે. તેમના કહેવા મુજબ આ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ માટે પહેલી પસંદ અહાન અને અનીત નહોતા.એક ઇન્ટરવ્યુમાં મોહિત સુરીએ જણાવ્યું છે કે રિયલ લાઇફ કપલ સિદ્ધાર્થ મલ્હાત્રા અને કિઆરા અડવાણી આ ફિલ્મ માટે પહેલી પસંદ હતાં.
બંનેની ધર્મા પ્રોડક્શન્સની ‘શેરશાહ’ને લોકોએ ખુબ પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મ પછી જ તેમની વચ્ચે વાસ્તવિક જીવનમાં પણ પ્રેમ થઈ ગયો હતો. મેકર્સે અહાન અને અનીત પહેલાં એમનો સંપર્ક કર્યાે હતો, પરંતુ આ ચર્ચા લાંબો સમય ન ચાલી.
મોહિત સુરીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે કોઈ જાણીતા કલાકારોને કાસ્ટ કરતો હતો પરંતુ આદિત્ય ચોપરાએ મોહિત સુરીને કોઈ નવા ચહેરા લેવા કહ્યું. કારણ કે આદિત્યએ કહ્યું કે આ ફિલ્મ યુવા કપલની છે, તો જાણીતા ચહેરા લેશે તો ફિલ્મ ચાલશે નહીં.
ત્યારે મોહિત સુરીએ આદિત્યને એમ પણ પૂછ્યું કે શું તેઓ નવા કલાકારોની ફિલ્મ પાછળ પૈસા રોકશે? ત્યારે આદિત્યએ હા પાડી હતી. મોહિત સુરીએ ૨૦૧૪માં એક વિલનમાં પણ સિદ્ધાર્થ મલ્હાત્રા સાથે કામ કર્યું હતું, તે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
સુરી તેના એક્ટર્સને રિપીટ કરવા માટે જાણીતા છે. તેણે ઇમરાન હાશ્મી, આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર બધાં સાથે એકથી વધુ ફિલ્મ કરી છે.SS1MS