Western Times News

Gujarati News

મલ્લિકા શેરાવતનું એલાન, ‘બિગ બોસ’માં ક્યારેય કામ નહીં કરું

મુંબઈ, ‘બિગ બોસ ૧૯’માં મલ્લિકા શેરાવત જોડાઈ રહી હોવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી. મલ્લિકા શેરાવત એક્ટિંગમાં ફરી પગ જમાવવા મથી રહી છે અને તેના માટે ચર્ચામાં રહેવું જરૂરી છે. ‘બિગ બોસ’ જેવા રિયાલિટી શોમાં ભાગ લીધા પછી ઘણાં એક્ટર્સના સિતારા બુલંદ થયા છે ત્યારે મલ્લિકા પણ આ જ માર્ગે ચાલે તેવી શક્યતા હતી.

લાંબા સમયની અટકળો બાદ આખરે મલ્લિકાએ જાતે જ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘બિગ બોસ ૧૯’માં ભાગ લેવાની તેની કોઈ ઈચ્છા નથી અને ભવિષ્યમાં પણ તે ક્યારેય ‘બિગ બોસ’માં જોડાશે નહીં. ૪૮ વર્ષીય મલ્લિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તમા પ્રકારની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકુ છું. હું ‘બિગ બોસ’ કરી રહી નથી અને ક્યારેય તેમાં ભાગ લેવાની નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મલ્લિકાએ પોતાની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો માટે રિયાલિટી શોમાં હાજરી આપી હતી. અગાઉ વર્ષ ૨૦૧૯માં ‘બિગ બોસ ૧૩’ દરમિયાન મલ્લિકાએ સ્પર્ધકો સાથે વાતચીત કરી હતી અને આ શોમાં નોંધપાત્ર હાજરી આપી હતી. ‘બિગ બોસ’ની આગામી સિઝન ઓગસ્ટ મહિનાથી જિયોસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. તેમાં સલમાન ખાન ફરી હોસ્ટ તરીકે આવી રહ્યા છે.

જો કે સમગ્ર સિઝન દરમિયાન સલમાન આ શોને હોસ્ટ કરવાના નથી. સલમાન ખાન દ્વારા શરૂઆત બાદ કરણ જોહર, ફરાહ ખાન અથવા અનિલ કપૂર જેવા ફિલ્મ મેકર્સ આ શોનું સુકાન સંભાળે તેવી શક્યતાઓ છે.

‘બિગ બોસ’ના પ્રોડ્યુસર્સ દ્વારા હજુ સંભવિત સ્પર્ધકો અથવા અન્ય હોસ્ટના નામ જાહેર થયા નથી. આ વખતના સ્પર્ધકોમાં યુ ટ્યૂબર પૂરવ જ્હા, આંત્રપ્રિન્યોર રાજ કુન્દ્રા, ઈન્ફ્લુએન્સર રેબેલ કિડ, એક્ટર મુનમુન દત્તા, કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝલ શેખ સહિત કેટલાક નામ ચર્ચાઈ રહ્યા છે.

આ વખતે શોમાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્પર્ધક કાવ્યા મેહરા અને યુએઈની છૈં ડોલ હાબુબુને લવાય તેવી શક્યતા પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.