ફાતિમાએ તમન્ના સાથેનો ફોટો પડાવીને વિજય સાથે ડેટિંગને અફવા ગણાવી

મુંબઈ, તમન્ના ભાટિયા અને વિજય વર્મા જ્યારે થોડાં મહિનાઓ પહેલાં એકબીજાંથી અલગ થયાં ત્યારે તેમના વિશે ઘણા અહેવાલો આવ્યા હતા. તેનાં થોડાં જ દિવસોમાં વિજય અને ફાતિમા સના શેખ કેટલીક ઇવેન્ટમાં સાથે જોવાં મળ્યાં હતાં. તેથી તેમનાં બંનેના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, બંનેમાંથી કોઇએ રિલેશનશિપ વિશે કોઈ વાત કરી નહોતી.
ત્યારે હવે એક તસવીર વાયરલ થઈ છે, જેમાં ફાતિમા અને તમન્ના એકસાથે જોવાં મળે છે.તાજેતરમાં ફાતિમા અને તમન્ના બંને મુંબઈમાં એક ઇવેન્ટમાં સાથે જોવાં મળ્યાં હતાં. તમન્નાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ઇવેન્ટનો એક ફોટો શેર કર્યાે હતો.
જેમાં તેની સાથે શાલિની પસ્સી, તાહા શાહ બાદુશા અને ફાતિમા એક જ ળેમમાં દેખાય છે.આ બધાં જ સ્ટાઇલિશ ડ્રેસિંગ સાથે ગોર્જિયસ લૂકમાં દેખાય છે. તેમાં ફાતિમા અને તમન્ના બંને ખુબ ખુશ ને હસતાં દેખાય છે.
એક તરફ ફાતિમા અને વિજયની ડેટિંગની ચર્ચા ચાલે છે, ત્યારે આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. થોડાં મહિના પહેલાં વિજય અને ફાતિમા મુંબઈના એક કૅફેમાં પણ સાથે દેખાયાં હતાં.
તે પછી ૨૬ જૂને રેખાની ઉમરાવ જાનનું પ્રીમિયર યોજાયું ત્યારે પણ ફાતિમા અને વિજય સાથે બેઠેલાં જોવા મળ્યાં હતાં. બંનેમાંથી કોઈએ આ સંબંધ વિશે હજુ કોઈ વાત કરી નથી. ફાતિમાએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે તે વિજય સાથે રિલેશનશિપમાં નથી.SS1MS