Western Times News

Gujarati News

અમદાવાદમાં પાણી નિકાલની ક્ષમતા ઓછી હોવાથી સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ

અમદાવાદમાં વરસાદ આવે કે ન આવે તો પણ પાણીના દૈનિક સપ્લાય/ વપરાશની સામે તેના નિકાલની ક્ષમતા ઘણી જ ઓછી છે.

અમદાવાદ શહેરમાં માત્ર  ૧ કલાકમાં ૨-૩ ઇંચ વરસાદ પડવાની સ્થિતિમાં ભરાવાની શક્યતા અને તેની ગણતરી કરીએ
• ઉપલબ્ધ માહિતીના આધાર પરઃ
૧. AMC દૈનિક પાણી સપ્લાયઃ ૧,૫૦૦ મિલિયન લીટર
૨. દૈનિક સુઅરેજ ટ્રીટમેન્ટઃ ૧,૩૬૭ મિલિયન લીટર
૩. સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનઃ ૯૮૦ કિમી
૪. તેની ડિઝાઇન કેપેસીટીઃ ૧ ઇંચ વરસાદ = ૧ કલાકમાં  નિકાલ માટે પૂરતી
૫. એક ઇંચ વરસાદ (પૂરા અમદાવાદ માટે)  = ૧૨,૮૨૭ મિલિયન લીટર
• હવે વિચારીએ ૨-૩ ઇંચ વરસાદની સ્થિતિમાંઃ • ૨ ઇંચ વરસાદઃ
= ૨ × ૧૨,૮૨૭ = ૨૫,૬૫૪ મિલિયન લીટર પાણી
• ૩ ઇંચ વરસાદઃ
= ૩ × ૧૨,૮૨૭ = ૩૮,૪૮૧ મિલિયન લીટર પાણી

• સ્ટોર્મ ડ્રેનેજ ક્ષમતા સામે તુલનાઃ
• સ્ટોર્મ ડ્રેનેજ ડિઝાઇન માત્ર ૧ ઇંચ / કલાક માટે છે
• એટલે કે તે માત્ર ૧૨,૮૨૭ મિલિયન લીટર / કલાક ની ક્ષમતા ધરાવે છે પણ જો ૨-૩ ઇંચ વરસાદ એક જ કલાકમાં થાયઃ
• ૨ ઇંચ વખતેઃ
• આવતું પાણીઃ ૨૫,૬૫૪ ML
• ક્ષમતાઃ ૧૨,૮૨૭ ML
• બાકીની માત્રાઃ ૧૨,૮૨૭ ML વરસાદી પાણી ભરાય
• ૩ ઇંચ વખતેઃ
• આવતું પાણીઃ ૩૮,૪૮૧ ML
• ક્ષમતાઃ ૧૨,૮૨૭ ML
• બાકીની માત્રાઃ ૨૫,૬૫૪ ML ગંભીર સ્થિતિ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેર ર થી ૩ ઈંચ વરસાદમાં જ જળબંબાકાર થઈ જાય છે અને અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ જાય છે જેનો નિકાલ થવામાં લગભગ ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક થાય છે. જયારે અમુક વિસ્તારમાં ર૪ કલાક જેટલો પણ સમય થઈ જાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન પહેલા પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત કરોડો રૂપિયા ખૃચ કરવામાં આવતા હોવા છતાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

તેથી જયારે વરસાદી પાણી ભરાઈ છે તે સમયે મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્ર સામે આંગળી ચીંધાઈ છે. પરંતુ આ બાબત માટે કોઈને વ્યક્તિગત દોષ આપવો યોગ્ય નથી જેનું મુખ્ય કારણ એ છે કે શહેરમાં પાણી નિકાલ થવાના ઉપલબ્ધ સ્ત્રોત ઓછા છે તેથી જો એક કલાકમાં ર ઈંચ કે તેથી વધુ વરસાદ પડે તો પાણી ભરાય જાય તે બાબત નિર્વિવાદ છે.

અમદાવાદનું કુલ ક્ષેત્રફળ ૫૦૫ ચોરસ કિલોમીટર છે. પ૦પ ચો.મી. એટલે પ.૦પ કરોડ ચો.મી. વિસ્તાર થાય મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાંખવામાં આવેલ ૯૮૦ કિલોમીટરની સ્ટોર્મ લાઇન ૧ ઇંચ પ્રતિ કલાક વરસાદનો નિકાલ કરી શકે છે.

પરંતુ હવે એક કલાકમાં ૨થી ૩ ઇંચ વરસાદ થવો તે સામાન્ય બાબત છે.જો આ મુજબ ગણતરી કરવામાં આવે તો  અમદાવાદ જેવા શહેરમાં માત્ર ૧ ઇંચ વરસાદ થાય તો ૫૦૫ ટ ૨૫.૪ = ૧૨,૮૨૭ મિલિયન લીટર જેટલું પાણી ઉત્પન્ન કરે છે. એટલે કે જો ૨ ઇંચ વરસાદ થાય તો ૨૫,૬૫૪ મિલિયન લીટર અને જો ૩ ઇંચ થાય તો ૩૮,૪૮૧ મિલિયન લીટર પાણી ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ટોર્મ લાઇનની કુલ ક્ષમતા માત્ર ૧૨,૮૨૭ મિલિયન લીટર/કલાક છે.

આથીઃ ૨ ઇંચ વરસાદ – ભરાવ = ૨૫,૬૫૪ – ૧૨,૮૨૭ = ૧૨,૮૨૭ મિલિયન લીટર
૩ ઇંચ વરસાદ- ભરાવ = ૩૮,૪૮૧ – ૧૨,૮૨૭ = ૨૫,૬૫૪ મિલિયન લીટર પાણીનો ભરાવો થઈ શકે છે.
આ ભરાવ માત્ર ૧ કલાકના વરસાદ માટેનો છે — એટલે કે વરસાદ અટકી પણ જાય, છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી રહેવું નિશ્ચિત છે.

હવે બીજી રીતે પણ ગણતરી કરીએ તો છસ્ઝ્ર દ્વારા રોજ સવારે ૨ કલાકમાં ૧૫૦૦ મિલિયન લીટર પાણી સપ્લાય કરવામાં આવે છે, જેનો અર્થ થાય છે પ્રતિ કલાક ૭૫૦ મિલિયન લીટર. આ ઉપરાંત શહેરમાં દરરોજ ૪૦૦ એમ.એલ.ડી. જેટલો ખાનગી બોરવેલ પાણીનો વપરાશ થાય છે. તેમાં પ્રતિ કલાકે ૧૬.૬૭ મિલિયન લીટર પાણી ઉમેરાય છે.

કુલ મળીને શહેરમાં પ્રતિ કલાક ૭૬૬.૬૭ મિલિયન લીટર પાણી આવે છે. હવે ! દરરોજ ૧૩૬૭ એમ.એલ.ડી. સુઅરેજ માટેની ક્ષમતા ધરાવતા મ્યુનિસિપલ પ્લાન્ટ ફક્ત ૮૦ ટકા ક્ષમતા સુધી કાર્યરત છે. એટલે કે, પ્રતિ કલાક ફક્ત ૪૫.૫૭ મિલિયન લીટર પાણી ટ્રીટ કરી શકાય છે. આવા સંજોગોમાં શહેરમાં દર કલાકે લગભગ ૭૨૧ મિલિયન લીટર પાણીના ભરાવની સીધી શક્યતા ઉભી થાય છે.

આમ જોવા જઈએ તો અમદાવાદમાં વરસાદ આવે કે ન આવે તો પણ પાણીના દૈનિક સપ્લાય/ વપરાશની સામે તેના નિકાલની ક્ષમતા ઘણી જ ઓછી છે. આવા સંજોગોમાં જો એકાદ કલાકમાં જ બે-ત્રણ ઈંચ વરસાદ થઈ જાય તો હાલત કફોડી થઈ શકે છે. ખાસ કરીને જે વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નથી ત્યાંની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.