1550 કરોડના સાયબર ફ્રોડમાં RBL બેન્કના ૮ અધિકારીઓની ધરપકડ: મુખ્ય સુત્રધાર મહિલા

RBL બેન્કના ૮૯ એકાઉન્ટની તપાસ- પુરતી ખાતરી તપાસ વિના કરંટ એકાઉન્ટ ખોલવા માટે ૨૫ હજારથી ૨.૫૦ લાખ સુધી રૂપિયા અપાતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ, ગુજરાતમાં ઐતિહાસિક ૧૫૦૦ કરોડથી વધુનું કૌભાડ અને બેન્કના મહત્વના જવાબદાર અધિકારોની સંડોવણીવાળુ કૌભાંડ પરથી સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત , સેક્ટર વાંગબાગ જામીરના આદેશથી અને તેમના માર્ગદર્શનમાં ડીસીપી ભગીરથ ગઢવીના સુપરવિઝન હેઠળની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. દેસાઈ સહિતની ટીમ દ્વારા પર્દાફાશ થતાં લોકો અને બેન્કિંગ વર્તુળોમાં જબ્બર ખળભળાટ મચી ગયો છે.
1550 કરોડના સાયબર ફ્રોડમાં RBL બેન્કના ૮ અધિકારીઓની ધરપકડ કરાઇ છે. રૂપિયા સગેવગે કરવા વપરાયેલા આરબીએલ બેન્કના ૮૯ એકાઉન્ટની તપાસમાં કર્મચારીઓની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. પુરતી ખાતરી તપાસ વિના કરંટ એકાઉન્ટ ખોલવા માટે ૨૫ હજારથી ૨.૫૦ લાખ સુધી રૂપિયા અપાતા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે એરિયા હેડ અમિત ગુપ્તા, OSDM અરૂણ ઘોઘારી, નરેશ માનાણી, કલ્પેશ કથિરીયા, નેન્સી ગોટી, કલ્પેશ કાકડીયા, આશિષ ઘડીયા અને અનિલ જાનીની ધરપકડ કરવામાં આવી છે. RBL બેંકના ૮૯ એકાઉન્ટમાંથી માત્ર ૬ મહિનામાં ૧,૪૫૫ કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાયબર ફ્રોડની ફરિયાદો મળતા પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતા બેંક એકાઉન્ટ ખોલવા કહો કે રિએક્ટિવ કરવામાં પણ આ નેન્સી ચાવીરૂપ ભૂમિકા ભજવતી હતી.
ઉધના પોલીસે ૨૮ મે, ૨૦૨૫ના રોજ ઉધના ત્રણ રસ્તા પાસેથી રાહુલ નામના યુવકને પકડ્યો હતો તેની પાસેથી કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને સિક્કા મળ્યા હતા જેમાં આખું રેકેટ બહાર આવ્યું હતું. સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીસીપી ભગીરથ ગઢવીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, કરંટ એકાઉન્ટ ખોલવામાં જો કોઈ પ્રક્રિયામાં ખામી કે ભૂલ આવતી, તો આ બેંક કર્મચારીઓ સામેથી મુખ્ય આરોપીઓને તેનું નિદાન આપતા હતા અને તેમની પાસેથી સુધારા કરાવી લેતા હતા.
એકાઉન્ટ સંપૂર્ણ થયા પછી તેની સંપૂર્ણ વિગતો પણ તેઓ આરોપીઓને પૂરી પાડતા હતા. મુખ્ય આરોપીઓ, જેમાં કિરાત જાદવાણી, દિવ્યેશ અને વૃંદાનો સમાવેશ થાય છે, તેઓ બેંક કર્મચારીઓ સાથે નિયમિતપણે ચેટ દ્વારા સંપર્કમાં રહેતા હતા. આ ચેટ્સમાં તેઓ દસ્તાવેજોની આપ-લે કરતા,ડીસીપી ભગીરથ ગઢવીએ વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં ૧૬૪ બેંક એકાઉન્ટ અને ૧૫૫૦ કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા.
મની ટ્રેલના ઇન્વેસ્ટિગેશન માટે ફાયનાન્સિયલ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે. આ તપાસમાં ૫૦ લાખથી વધુ સેવિગ એકાઉન્ટનો આંકડો સામે આવ્યો છે. પોલીસ આ ૫૦ લાખ ખાતાઓને વધુ ફિલ્ટર કરી રહી છે, જેમાં કેટલા સામાન્ય છે અને કેટલા અંદરોઅંદર ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિસ્તૃત તપાસ ચાલી રહી છે. આ માટે એક અલગ યુનિટ પણ કાર્યરત છે અને પોલીસને વધુ ખુલાસા મળવાની આશા છે.
આ ધરપકડથી સાયબર ક્રાઇમના આ મોટા નેટવર્કમાં બેંકિગ ક્ષેત્રના ભ્રષ્ટ તત્વોની ભૂમિકા સ્પષ્ટ થઈ છે. આ તપાસના અંતે વધુ મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે.સાયબર ફ્રોડની ફરિયાદો મળતા પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતા બેંક એકાઉન્ટ ખોલવા કહો કે રિએક્ટિવ કરવામાં પણ આ નેન્સી ચાવીરૂપ ભૂમિકા ભજવતી હતી.
ઉધના પોલીસે ૨૮ મે, ૨૦૨૫ના રોજ ઉધના ત્રણ રસ્તા પાસેથી રાહુલ નામના યુવકને પકડ્યો હતો તેની પાસેથી કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને સિક્કા મળ્યા હતા જેમાં આખું રેકેટ બહાર આવ્યું હતું. સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ૮ આરોપીઓમાંથી મુળ ૭ સૌરાષ્ટ્ર સાથેના કનેકશન ધરાવે છે.