Western Times News

Gujarati News

BJP ગુજરાતના અધ્‍યક્ષના નામની થઈ શકે છે ટુંક સમયમાં જ જાહેરાત

નવી દિલ્‍હી, છેલ્‍લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ચાર રાજ્‍યના પ્રદેશ અધ્‍યક્ષ મુદ્દે કોકડું ગૂંચવાયેલું હતું. પરંતુ હવે આ બાબતે મહત્‍વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોએ જણાવ્‍યું હતું કે પાર્ટી ટુંક સમયમાં જ ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્રીપુરામાં પ્રદેશ અધ્‍યક્ષના નામની જાહેરાત કરી શકે છે.

ત્‍યારબાદ જ ભાજપનાં રાષ્ટ્રીય અધ્‍યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં જ અનેક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં પ્રદેશ અધ્‍યક્ષોની નિમણૂક કરી હતી. મળતી વિગતો અનુસાર ભારતીય જનતા પાર્ટી તેના રાજ્‍ય સંગઠનોને વધુ મજબૂત કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે.

આથી જ પાર્ટી ટૂંક સમયમાં વધુ ચાર રાજ્‍યોમાં નવા પ્રદેશ અધ્‍યક્ષોની જાહેરાત કરી શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્‍યા અનુસાર ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્રિપુરામાં ભાજપના નવા પ્રદેશ અધ્‍યક્ષના નામની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ઉલ્‍લેખનીય છે કે આ જાહેરાત બાદ જ ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.