નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડનો IPO આજે ખુલ્યો: પ્રાઇઝ બેન્ડ રૂ. 760થી રૂ. 800

- પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Share”) દીઠ રૂ. 760થી રૂ. 800નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
- બિડ ઓફર આજે, ૩૦ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ખુલશે અને શુક્રવાર, ૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ / ઓફરનો સમયગાળો મંગળવાર, ૨૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ હતો (“Bid Dates”)
- પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સ માટે બિડ્સ લઘુતમ 18 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 18 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“No of Bids”)
- આરએચપી લિંકઃ
https://www.icicisecurities.com/Upload/ArticleAttachments/NSDL_RHP.pdf
અમદાવાદ, 30 જુલાઈ, 2025: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (“NSDL” અથવા “કંપની”), આજે, બુધવાર, 30 જુલાઈ, 2025 ના રોજ ઇક્વિટી શેર્સની તેની પ્રારંભિક જાહેર ઓફરના સંબંધમાં તેની બિડ/ઓફર ખોલે છે.
આઈપીઓમાં વેચાણકર્તા શેરધારકો દ્વારા 5,01,45,001 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“Total Offer Size”).
ઓફર માટેની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 760થી રૂ. 800ની છે (“The Price Band”).
બિડ્સ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા લઘુતમ 18 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 18 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
5,01,45,001 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરમાં આઈડીબીઆઈ બેંક લિમિટેડ દ્વારા 2,22,20,000 સુધીના ઇક્વિટી શેર્સ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા દ્વારા 1,80,00,001 સુધીના ઇક્વિટી શેર્સ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 40,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, એચડીએફસી બેંક લિમિટેડ દ્વારા 20,10,000 સુધીના ઇક્વિટી શેર્સ અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના એડિમિનિસ્ટ્રેટર ઓફ સ્પેસિફાઇડ અંડરટેકિંગ દ્વારા 34,15,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (“Selling Shareholders”).
ઇક્વિટી શેર્સ 23 જુલાઈ, 2025ના રોજ મુંબઈ ખાતે મહારાષ્ટ્રની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“ROC”)માં ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત શેરબજાર રહેશે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (The “BRLMs”) અને એચડીએફસી બેંક લિમિટેડ માર્કેટિંગ બુક રનિંગ લીડ મેનેજર છે (“The M-BRLM”).
તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જે અહીં ઉપયોગમાં લેવાયેલી છે પરંતુ વ્યાખ્યા કરાઈ નથી તેનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કર્યા બાદ વિવેકાધીન ધોરણે ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (“Anchor Investor Portion”).
એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય (“Anchor Investor Allocation Price”) તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાંઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઇશ્યૂના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (“Non-Institutional Portion”) (જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે) અને નેટ ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“Retail Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ મળી હોય.
વધુમાં, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરનારા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુવાળા 85,000 સુધીના ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, જે ઓફર કિંમત અથવા તેનાથી ઉપર તેમની પાસેથી મળેલી માન્ય બિડ્સને આધીન છે. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો (અહીં જણાવ્યા મુજબ) અને યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરીને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડીને ફરજિયાતપણે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રોસેસનો ઉપયોગ કરીને ભાગ લેવાનો રહેશે જેમાં સંબંધિત બિડની રકમ Self-Certified Syndicate Banks (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ, જે લાગુ પડે તે, બિડની રકમના સંદર્ભે બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ 432 પર “Offer Procedure” વાંચો.