સેનાના વાહન પર ભેખડ ધસી પડી, ૨ અધિકારી શહીદ થયા

(એજન્સી)ગલવાન, લદ્દાખની ગલવાન ખીણમાં એક મોટો અકસ્માત થયો જ્યારે દુર્બુકથી ચોંગતાશ જઈ રહેલ એક લશ્કરી વાહન ભૂસ્ખલનનો ભોગ બન્યું. આ દુઃખદ ઘટનામાં, બે સૈન્ય અધિકારીઓ શહીદ થયા, જ્યારે ત્રણ અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને લેહની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે ઠ – ર્ય્ંઝ્ર પર લખ્યું, ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ અને તમામ રેન્ક લેફ્ટનન્ટ કર્નલ ભાનુ પ્રતાપ સિંહ અને લાન્સ દફાદાર દલજીત સિંહને સલામ કરે છે, જેમણે ૩૦ જુલાઈ ૨૦૨૫ ના રોજ લદ્દાખમાં પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.
છેલ્લા કેટલાક દિવસોથી લદ્દાખમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેની અસર રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે, જ્યાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરમાં, એક માર્ગ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમને ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા સમયસર બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે કારુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
૨૦ જુલાઈના રોજ, અગ્નિવીર હરિઓમ નાગરે લદ્દાખમાં ફરજ પર રહેલા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. બીજા દિવસે, ૨૧ જુલાઈના રોજ, આર્મીના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે તેમની શહાદતની પુષ્ટિ કરી અને સમગ્ર સશસ્ત્ર દળ વતી શ્રદ્ધાંજલિ આપી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સહિત તમામ અધિકારીઓએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભા છે.