ગોમતીપુર કોર્પોરેટરે લાઇબ્રેરીમાં 12 ખુરશીઓ અને ૨ મોટા ટેબલો ભેટમાં આપ્યા

ગોમતીપુર કાઉન્સિલર ઈકબાલ શેખ દ્વારા લાઇબ્રેરીને સહપ્રેમ ભેટ
અમદાવાદ, ગોમતીપુર વિસ્તારની વિવિધ ચાલીઓ જેમકે કોઠાવાળા વોરાની ચાલ, મુસા સુલેમાન ચાલ, ખાડાવાડી ચાલ, જેઠીબેન ચાલ, હિરલાલ ચાલ અને અમરાઈવાડી જેવી વસાહતોમાં વસતા આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓ માટે
સુખરામનગર પાસે સ્થિત “જય ભીમ જ્યોત ફાઉન્ડેશન” નામની સેવાભાવી સંસ્થા દ્વારા એક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ ય્ઁજીઝ્ર સહિત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રોજ સવારથી રાત સુધી સતત અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને શાંતિપૂર્ણ માહોલ મળી રહે તે માટે ગોમતીપુરના કોર્પોરેટર શ્રી ઇકબાલ શેખ દ્વારા લાઇબ્રેરીને ૧૨ આધુનિક ખુરશીઓ અને ૨ વિશાળ ટેબલો (જેમાં ૨૦થી ૨૫ વિદ્યાર્થીઓ સરળતાથી બેસીને અભ્યાસ કરી શકે) ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી. આ ભેટ શિક્ષણ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનું જીવતું ઉદાહરણ છે.
આ શુભ અવસરે મોહંમદઅલી રાઠોડ (પ્રમુખ – એકતા ક્લબ), ગયા સદ્દીન શેખ (પ્રમુખ – દખન સુન્ની મુસ્લિમ જમાત), કાસમ શેખ, ખુરશીદ શેખ, ઝાકીર ખાન, શહીદ રજવી, અફઝલ ખાન પઠાણ સહિત અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઊંડું પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે વિનામૂલ્યે ભણતરમાં યોગદાન આપતી તમામ સંસ્થાના આગેવાનોને મુસ્લિમ સમાજ તરફથી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.
સંસ્થાના અગ્રણીઓ શિવરામ બાપુ, ભાવેશ મકવાણા, કલ્પેશભાઈ, રવિ ચાવડા, અનુ મકવાણા, રાજુ પરમાર, સુરેશ ચાવડા, મનસુખ મકવાણા, પ્રવીણ સોલંકી, ઇશ્વરભાઇ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખ તથા સમગ્ર મુસ્લિમ સમાજનો આભાર માન્યો હતો. સંસ્થાની તરફથી ઇકબાલ શેખને ધાર્મિક સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત પણ કરવામાં આવ્યા. શિક્ષણ એ ઉજળું ભવિષ્ય છે – અને આવો સહકાર ભવિષ્યને ઉજળી દિશામાં લઈ જાય છે.