Western Times News

Gujarati News

નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ ૧ મહિના માટે બંધ કરાયો

શાહીબાગ વિસ્તારમાં આવેલ આચાયર્શ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રીજની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પિલર ઉપરના સેગમેન્ટ લગાવવામાં આવી રહ્યા છે

અમદાવાદ, અમદાવાદમાં સાબરમતીથી વટવા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને શાહીબાગમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હાસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ ૩૧મી જુલાઈથી પહેલી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય છે.

નોંધનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલ આચાયર્શ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રીજની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પિલર ઉપરના સેગમેન્ટ લગાવવામાં આવી રહ્યા છે.

•શાહીબાગ ઘેવર સર્કલ, રાજસ્થાન હાસ્પિટલ તરફથી આવતો ટ્રાફિક કે જે નમસ્તે સર્કલ તરફ જવા માટે બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજની નીચે થઈને શનિદેવ મંદિર થઈને શાહીબાગ અંડર પાસથી નમસ્તે સર્કલ તરફ જઈ શકશે.

•રાજસ્થાન હાસ્પિટલ, ઘેવર સર્કલ તરફ જવા માટે નમસ્તે સર્કલથી જૂની પોલીસ કમિશ્નરની કચેરી થઈને શાહીબાગ અંડર પાસ પસાર કરીને સરદાર પટેલ સ્મારકથી જમણી બાજુ યુ-ટર્ન લઈને આચાયર્શ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી રાજસ્થાન હાસ્પિટલ તથા ઘેવર સર્કલ તરફ જઈ શકાશે.

•રાજસ્થાન હાસ્પિટલથી નમસ્તે સર્કલ જવા માટે રાજસ્થાન હાસ્પિટલથી આચાયર્શ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજ નીચેના ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને જવાનું. ત્યાંથી શ્રી મહાકાળી મંદિર સર્કલથી જમણી બાજુ વળીને બાબુ જગજીવન રામ રેલવે ઓવર બ્રિજ થઈને ઈદગાહ સર્કલથી જમણી બાજુ વળી દરિયાપુર સર્કલથી દિલ્હી દરવાજાથી જમણી બાજુ થઈ નમસ્તે સર્કલ જઈ શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.