સુરત હીરા ઉદ્યોગને USA ટેરિફનો મોટો ફટકોઃ છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ

USAએ લગાવેલા 25 ટકા ટેરિફને લઈ સુરતના હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ
ભારતમાંથી અમેરિકામાં ૪૦ ટકા હીરાનું એક્સપર્ટ થયા છે
સુરત, સુરત હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી મંદિનો માહોલ છવાયું છે, ત્યારે એકાએક હવે અમેરિકાએ લાદેલા ૨૫ ટકા ટેરિફને સુરતના હીરા ઉદ્યોગોકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે, અગાઉ કેટલાક હીરા વેપારીઓ હીરાની રફ અને પોલિશ્ડ હીરા વેચાણ માટે સોદો નક્કી કરી કર્યો હતો.
તેમાં હીરાનું પેકેટ જોઇને તેના પર સીલ પણ માર્યું હતું તથા નાણાંની ચૂકવણી કરીને હીરાનું પેકેટ લેનારને આપવાનું હતું.પરંતુ હવે ટેરિફ વધારવાની જાહેરાત થતાં જ સોદા પેટે નાણાં ચુકવણી કરવાના બદલે તેને અટકવામાં આવ્યું છે, હવે ૨૫ ટકા ટેરિફ સાથે ફરી નવો વેપાર કરવો પડશે.
એકાએક હવે અમેરિકાએ લાદેલા ૨૫ ટકા ટેરિફને સુરતના હીરા ઉદ્યોગોકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત ઉદ્યોગકારો કરી રહ્યા છેકે, ભારતમાંથી અમેરિકામાં ૪૦ ટકા હીરાનું એક્સપર્ટ થયા છે. જે એક્સપોર્ટ વર્ષમાં આશરે ૮ બિલિયન છે અને આખા ભારતમાં સુરતમાં ૧૦૦ માંથી ૯૫ હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે
જેથી સુરત હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર થશે. હવે નવા ટેરેફના નિયમો મુજબ વેપાર કરવો પડશે. આગામી થોડા દિવસો આવી જ રીતે રહેવાના છે. તેમજ હીરાનો વેપાર આગામી એકાદ બે મહિનો અટકી અટકીને ચાલવાની પણ શક્્યતાઓ છે. તેમ છતાં ટેરિફ વસૂલાત કરવામાં આવ્યા બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ રહે તેના પર હાલ તો નજર રાખવામાં આવી રહી છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે અમેરિકાએ લાદેલા ટેરિફને કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગોકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાંથી ટેક્સ્ટાઈલમાં જે કુલ એક્સપોર્ટ થાય છે, તેના ૩૦ ટકા એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે.
ટેક્સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં ટેરિફની ગંભીર અસરો દેખાશે તેવી ભીતિ હાલ જોવા મળી રહી છે. અમેરિકામાં એક્સપોર્ટ થનારા ગારમેન્ટ અને હોમ ટેક્સ્ટાઈલ બનાવવા માટે સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ હોય છે. જેથી ટેરિફની સીધી અસર સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર જોવા મળશે. જેથી ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સુરત સહિત દેશમાં તેહવારો આવી રહ્યા છે ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે અમેરિકાએ લાદેલા ટેરિફને કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગોકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાપડ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે, અગાઉ દેશમાંથી અમેરિકામાં એક્સપોર્ટ થનારી પ્રોડક્ટ ઉપર ૧૦ થી ૧૨ ટકા જેટલું ટેરિફ હતું.
પરંતુ આગામી ૧ ઓગસ્ટ થી ૨૫ ટકા ટેરિફ સાથે પેનલ્ટી લાદવાની જાહેરાત થઈ છે. જેને લીધે ટેસ્ટાઈલ ઉદ્યોગમાં ગંભીર અસર દેખાશે. દેશમાંથી વૈશ્વિક કક્ષાએ ટેક્સ્ટાઈલનું જે એક્સપોર્ટ થાય છે. તેના ૩૦ ટકા એક્સપોર્ટ ફક્ત અમેરિકામાં થાય છે. અમેરિકા ટેક્સ્ટાઈલમાં ભારતનો મોટો બાયર છે. ત્યારે ટેરિફ લાદવાને લીધે અમેરિકાના ખરીદદારો માટે ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે. જેને લીધે ભારતીય ઓર્ડરોમાં ઘટાડો થવાનો ભય છે.
સુરતમાંથી ગારમેન્ટ કે ટેકનિકલ ટેક્સ્ટાઈલનું સીધું જોઈએ તેવું એક્સપોર્ટ થતું નથી. પરંતુ મેન મેઈડ ફેબ્રિકમાંથી બનતી આ બંને પ્રોડક્ટ સહિતની અન્ય પ્રોડક્ટ માટેનું કાપડ સુરતથી સૌથી વધુ પ્રમાણમાં જાય છે. મેન મેઈડ ફેબ્રિકનું સુરત હબ છે, ત્યારે ટેરિફની અસર સુરતને પણ થાય તે સ્વભાવિક છે.