Western Times News

Gujarati News

કરોડોની કિંમતની ગણપતિ મંદિરની જમીન પર લઘુમતીઓએ કરેલો કબજો તંત્રએ છોડાવ્યો

વડોદરાના વાડી વિસ્તારમાં શાસ્ત્રીબાગ સામેની ૩૮૦૦ ચો.મીટર જમીન પર સાત શખ્સોએ કબજો કર્યો હતો

વડોદરા, વડોદરા શહેરની વાડી શાસ્ત્રીબાગ પાસે આવેલી સોનાની લગડી જેવી ૩૮૦૦ ચોરસ મીટર જમીનમાં સરકારે સુઓમોટો દાખલ કરી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ જમીનમાં લઘુમતી કોમના એક પરિવારના સાત સભ્યોએ પોતાની જમીન હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવી દીધા હતા.

આ જમીન અંગેની વિગતો આપતા વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુકલએ જણાવ્યું હતું કે, વાડી શાસ્ત્રીબાગ પાસે સર્વે નંબર ૧૪ર૪/ર અને ૧૪ર૪/૧ વાળી સોનાની લગડી જેવી ૩૮૦૦ ચોરસ મીટર જમીન સરકાર હસ્તક હતી. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન વર્ષો પૂર્વે ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે હતી. સમયાંતરે આ જમીનમાં આયશાબીબીના ૭ વારસદારોએ આ જમીન સર્વે નં.૬૮ વાળી છે

અને પોતાની માલિકીનું હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવી દીધા હતા અને આ જમીનનો કબજો લીધો હતો. દરમિયાન આ જમીન ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાની જાણ ભાજપના પૂર્વ કાઉÂન્સલર વિજય પવારને થતાં તેઓએ વિગતો મેળવી હતી અને આ અંગેની જાણ વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલાને કરી હતી. તે બાદ ધારાસભ્યએ જમીનની હકીકતથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વાકેફ કર્યા હતા.

ગૃહમંત્રીએ વડોદરા જિલ્લા કલેકટરને આ કેસની તપાસ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરે શાસ્ત્રી બાગ પાસેની જમીનની તપાસ કરાવ્યા બાદ આ જમીન ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાનું જણાઈ આવતા કલેકટર સુઓમોટો લઈ આ જમીનમંથી આયશાબીબીના વારસદારોએ દાખલ કરેલા નામો કમી કરીને ગણપતિ મંદિર ટ્રસ્ટના નામો દાખલ કરવા હુકમ કર્યો હતો.

જિલ્લા કલેકટર ડૉ.અનિલ ધામેલિયાના હુકમ બાદ મામલતદાર અલ્પેશ જોશી પોલીસ બંદોબસ્ત સાથે રેવન્યુ સર્વે નંબર ૧૪ર૪/ર અને ૧૪ર૪/૧ વાળી ૩૮૦૦ ચોરસ મીટર જમીનનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી સમયે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલા, ભાજપાના પૂર્વ કાઉÂન્સલર વિજય પવાર સહિત સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. આ જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે પોલીસ કાર્યવાહી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.