અમદાવાદ RPF જવાને આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો જીવ બચાવ્યો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશન પર 31.07.2025 ના રોજ પ્લેટફોર્મ નં. 04 /05 ની દક્ષિણ બાજુએ રેલ્વે બ્રિજની સીડી પર એક માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિએ દોરડા વડે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
સ્ટેશન પર ફરજ પર તૈનાત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના કોન્સ્ટેબલ અમન કુમારે, સ્ટેશન પર હાજર કુલીની મદદથી, સમયસર હસ્તક્ષેપ કર્યો અને આ અત્યંત સંવેદનશીલ અને ગંભીર પરિસ્થિતિમાં તત્પરતા, સતર્કતા અને માનવીય સંવેદનશીલતા દર્શાવીને તે વ્યક્તિનો જીવ બચાવ્યો.
તે વ્યક્તિના હાથમાં કાચની તૂટેલી બોટલ પણ હતી, જેનાથી સ્ટાફને શારીરિક નુકસાન થઈ શક્યું હોત, પરંતુ પોતાના શારીરિક નુકસાનની પરવા કર્યા વિના, કોન્સ્ટેબલ અમન કુમારે માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિનો જીવ બચાવ્યો. તેમના દ્વારા પ્રદર્શિત સાહસ,ત્વરિત નિર્ણય ક્ષમતા અને કર્તવ્યનિષ્ટ્ઠા ખૂબ જ પ્રશંસનીય છે.