ઈરાન સાથે વેપાર કરનાર ૬ ભારતીય કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી, ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકાસવવામાં મદદરૂપ થતા તમામ સ્રોતને અમેરિકા જડમૂળથી કાપીને દબાણનું રાજકારણ કરી રહ્યું છે. ઈરાનના રસાયણો તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં વેપાર કરવા બદલ અમેરિકાએ ભારતની ૬ કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
દુનિયાના જુદા જુદા દેશોમાંથી ઈરાન સાથે વેપાર કરનાર ૨૪ કંપનીઓ ઉપર ટ્રમ્પ તંત્રએ પ્રતિબંધ ફરમાવ્યો હતો. ચીનની ૭, યુએઈની ૬, હોંગકોંગની ૪, તુર્કીએ અને રશિયાની ૧-૧ કંપનીઓનો આમાં સમાવેશ થાય છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે આ કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.મંત્રાલયે જણાવ્યું કે, આ કંપનીઓએ ૨૦૨૪માં રૂ. ૧,૦૦૦ કરોડના ઈરાની મૂળના ઉત્પાદો યુએઈના માર્ગેથી મંગાવ્યા હતા.
ઈરાન આ નાણાંનો ઉપયોગ તેના પરમાણુ કાર્યક્રમને આગળ ધપાવવા અને આતંકવાદી ફંડિગ માટે કરી રહ્યો છે. ૨૦૧૮થી યુએસએ પરમાણુ કાર્યક્રમ આગળ નહીં વધારવાને લઈને ઈરાન પર પ્રતિબંધ મૂક્યો છે.આ પગલાંની ટીકા કરતા ઈરાને જણાવ્યું કે, અમેરિકા પોતાની ઈકોનોમીનો હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યું છે.
આ પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે. અલકેમિકલ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ, જ્યુપિટર ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ, રમણિકલાલ એસ. ગોસાલિયા એન્ડ કંપની, પર્સિસ્ટેન્ટ પેટ્રોકેમ પ્રાઈવેટ લિમિટેડ, કંચન પોલિમર્સ.SS1MS