“વૈદિક મેથ્સ” – ગણિત ની પારંપરિક પદ્ધતિનું આધુનિકરણ

અમદાવાદ, પરંપરાગત જ્ઞાન અને આધુનિક નાણાકીય તકનિકોના અનોખા સંગમ રૂપે, GLS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સે તાજેતરમાં પોતાના ફિનટેક વિદ્યાર્થીઓ માટે ‘Academics and Beyond’ શીર્ષક હેઠળ વૈદિક ગણિત પર એક રસપ્રદ અને જ્ઞાનસભર નિષ્ણાત સત્રનું આયોજન કર્યું હતું.
ખાસ કરીને ફિનટેક ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે રચાયેલ આ સત્રમાં, શતાબ્દીઓ જૂની માનસિક ગણતરીની પદ્ધતિઓ આજે ડેટા આધારિત નાણાકીય સાધનોમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તે દર્શાવવામાં આવ્યું.
આ સત્રનું સંચાલન IIM કોલકાતા પાસઆઉટ અને કારકિર્દી માર્ગદર્શનકાર રોહન ગર્ગ દ્વારા કરવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીને વૈદિક મેથ્સ કેવી રીતે વિશ્લેષણાત્મક વિચારશક્તિમાં તેજી લાવી શકે, ઝડપી ગણતરીઓમાં મદદરૂપ બની શકે અને અલ્ગોરિધમિક લોજિકને મજબૂત બનાવી શકે તે અંગે નવી દૃષ્ટિ આપી. આ સત્ર વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થયું, જેમાં GLS યુનિવર્સિટીનું સમગ્ર અને ભવિષ્યગત શિક્ષણ પ્રત્યેનું પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે છળકાતું હતું.
વૈદિક ગણિત એ પ્રાચીન ભારતીય ગણતરી પદ્ધતિ છે જેનો ઉદ્ભવ 1911થી 1918ની વચ્ચે વેદોમાંથી થયો હતો. વૈદિક ગણિત એ ભારતીય સંસ્કૃતિની એક અમુલ્ય ભેટ છે, જે સરળ, ઝડપી અને ચોકસાઈભરી ગણતરી માટે ઉપયોગી છે. તે માત્ર ગણિતના વિષયને સરળ બનાવતું નથી, પણ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ પદ્ધતિ વિશિષ્ટ રીતે મુશ્કેલ ગણિતીય પ્રશ્નો તથા વિશાળ આંકડાઓના હલ માટે સરળ અને અસરકારક માર્ગો પ્રદાન કરે છે.
સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓને એવી જુદી જુદી યુક્તિઓ વિશે માહિતી આપવામાં આવી કે જેના વડે તેઓ પોતાની ગણતરીની ઝડપ અને ચોકસાઈ બંનેમાં વધારો કરી શકે — જેમ કે મોટા આંકડાના સ્ક્વેર રૂટ કાઢવા, 9થી ગુણાકાર કરવો કે બે અંકો વચ્ચેનું ગુણાકાર કરવો.
રોહન ગર્ગે વિદ્યાર્થીઓને સરળ ઉદાહરણો અને હાથ-પ્રેક્ટિસ દ્વારા આ યુક્તિઓ સમજાવવાનું કાર્ય કર્યું. આ રીતોએ વિદ્યાર્થીઓને મગજની તેજી વધારવા અને અંદરની ગભરાહટ પર કાબૂ મેળવવામાં મદદરૂપ બની. વિદ્યાર્થીઓએ આ જ્ઞાનપ્રદ અને રોચક પ્રવૃત્તિઓથી ભરેલું સત્ર ખૂબ રસથી માણ્યું અને ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો.
સત્રનું સંચાલન ફેકલ્ટી ઓફ કૉમેર્સ ના વિદ્યાર્થીઓએ ડો. આશલ ભટ્ટ અને ડો. ભૂમિકા આંસોદરીયા ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.