મહિલાની હત્યા કરનાર માતા-પુત્રને આજીવન કેદ

સુરત, સુરતમાં આવેલા સૈયદપુરા માછીવાડ પાછળની પીપળાવાળી ચાલમાં રહેતા અમિતા ઉર્ફે અનિતાબેન સરવૈયાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી પ્રકાશ નારણભાઈ પરમાર અને તેની માતા વાલીબેન પરમારને આજીવન કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.
૧૯ ઓક્ટોબર, ૨૦૧૯ની રાત્રે અમિતાબેન તેમના ઘર નજીક અન્ય મહિલા સાથે હાજર હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પ્રકાશે બીડી પીધા બાદ તેનું ઠૂંઠુ અમિતાબેનની સામે ફેંક્યું હતું. આ બાબતે અમિતાબેને પ્રકાશને ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ઝઘડો ઉગ્ર બનતાં પ્રકાશની માતા વાલીબેન પણ તેમાં જોડાયા હતા.ઝઘડામાં અમિતાબેનના સંબંધી જીતેન્દ્ર ઉપર ઈંટ ફેંકવામાં આવી એટલે ઝઘડો વધુ વકર્યાે હતો.
પ્રકાશ અને વાલીબેને ઘરમાંથી ચપ્પુ લઈને અમિતાબેન પર હુમલો કર્યાે અને તેમની છાતી, પેટ અને પીઠના જમણા ભાગે ઘા ઝીંક્યા હતાં. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમિતાબેનનું મૃત્યુ થયું હતું. લાલગેટ પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી પ્રકાશ અને વાલીબેનની ધરપકડ કરી હતી. કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી હતી.SS1MS