Western Times News

Gujarati News

ધાર્મિક લાગણીઓ ભડકાવવાના કેસમાં ફસાયો રાજકુમાર રાવ

મુંબઈ, બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ મુશ્કેલીમાં સપડાયો છે. વાસ્તવમાં, અભિનેતા પર ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો આરોપ છે. આ અંગે કેસ પણ નોંધવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે અભિનેતા સામે સમન્સ જારી કરવામાં આવ્યું ત્યારે તે તેના ખોટા સરનામે પહોંચી ગયો. જેના કારણે તે કોર્ટમાં હાજર ન થઈ શક્યો. બાદમાં રાજકુમાર રાવ સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું.

ફિલ્મ ‘સ્ત્રી’ ના હીરો રાજકુમાર રાવ તાજેતરમાં જલંધર કોર્ટમાં હાજર થયા હતા. તેમણે આત્મસમર્પણ કર્યું હતું. વાસ્તવમાં, ધાર્મિક લાગણીઓ ભડકાવવાના કેસમાં હાજર ન થવા બદલ રાજકુમાર સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

રાજકુમાર રાવે સોમવારે, ૨૮ જુલાઈના રોજ જલંધરના જેએમઆઈસી જજ શ્રીજન શુક્લાની કોર્ટમાં ધાર્મિક લાગણીઓ ભડકાવવાના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું.કોર્ટમાં હાજર ન થવા બદલ રાજકુમાર સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

કેસની આગામી સુનાવણી ૩૦ જુલાઈના રોજ થઈ હતી, જેમાં બચાવ પક્ષના વકીલ દર્શન સિંહ દયાલે નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે – તેમના ક્લાયન્ટને કોર્ટમાંથી રાહત મળ્યા પછી, તેઓ તપાસમાં જોડાયા હતા. પોલીસે તપાસ પૂર્ણ કરી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, પરંતુ તેમને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવેલા સરનામા (પ્રેમ નગર ગુડગાંવ) મળ્યું નથી, કારણ કે અભિનેતા હવે ત્યાં રહેતા નથી.

હાલમાં રાજકુમાર રાવ ઓબેરોય સ્પ્રિંગ્સ, અંધેરી વેસ્ટ, મુંબઈમાં રહે છે. તેથી, સમન્સ ન મળવાને કારણે રાજકુમાર રાવ હાજર થઈ શક્યા નથી. વકીલે દલીલ કરી હતી કે જ્યારે આ મામલો તેમના ક્લાયન્ટના ધ્યાનમાં આવ્યો ત્યારે તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. કોર્ટે બચાવ પક્ષની દલીલ સાથે સંમત થઈને રાજકુમારને જામીન આપ્યા.

રાજકુમાર રાવ ફિલ્મ ‘બહન હોગી તેરી’નો ભાગ હતા. આ ફિલ્મ વર્ષ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. રાજકુમાર રાવ શ્›તિ હાસન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા. રાજકુમાર રાવ ફિલ્મના પોસ્ટરમાં ભગવાન શિવના રૂપમાં જોવા મળ્યા હતા. તેઓ બાઇક ચલાવી રહ્યા હતા, જેનો ઉત્તર પ્રદેશ નંબર હતો. પોસ્ટરમાં, અભિનેતાએ રુદ્રાક્ષની માળા પહેરી હતી અને તેમના માથા પર ચંદ્ર હતો.

ત્યારબાદ તેમના પર લોકોમાં ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અંગે જલંધર કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફિલ્મના દિગ્દર્શક અજય કે પન્નાલાલ અને નિર્માતા ટોની ડિસોઝા સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં બંનેને જામીન આપવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.