દિલ્હી ખાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળશે ત્રણ એવોર્ડ

અંગદાન ક્ષેત્રે ગુજરાતનું થશે બહુમાન –ગુજરાત સરકાર, સુરત સિવિલ હૉસ્પિટલ અને અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટીટ્યુટને મળશે એવોર્ડ
Ø ગુજરાત સરકારને “એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન”
Ø ન્યુ સુરત સિવિલ હોસ્પિટલને “બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર”
Ø કિડની ઇન્સ્ટીટ્યુટને “ ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ” કેટેગરીમાં મળશે એવોર્ડ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
ત્રણ ઓગષ્ટ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવાય છે. જેના ભાગરૂપે નવી દિલ્હી ખાતે 2 જી ઓગષ્ટે 15 માં રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણીના ભાગસ્વરૂપે અંગદાન ક્ષેત્રે થતી કામગીરીને બિરદાવવામાં આવશે.
જેમાં ગુજરાતમાં થઇ રહેલ અંગદાન ક્ષેત્રની કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી જે.પી.નડ્ડા ના હસ્તે ત્રણ એવોર્ડ પ્રાપ્ત થશે.
જેમાં ગુજરાત સરકારને “એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન”, ન્યુ સુરત સિવિલ હોસ્પિટલને “બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર”,કિડની ઇન્સ્ટીટ્યુટને “ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ” કેટેગરીમાં મળશે એવોર્ડ પ્રાપ્ત થશે.
અંગદાનનું મહત્વ, તેની જન જાગૃતિ માટે ગુજરાત સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને મીડિયાના સહયોગથી સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારે લીધેલા નોંધપાત્ર પ્રયાસો બિરદાવવા ગુજરાત રાજ્યને “Excellence in Pramotion of Organ Donation (અંગદાનના પ્રચારમાં ઉત્કૃષ્ટતા માટેનો એવોર્ડ) એનાયત કરવામાં આવશે.
ગુજરાતના સરકારના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યમાં અંગદાનની જનજાગૃતિ સમગ્ર રાજ્યમાં પ્રવર્તિ છે જેના પરિણામે જ બ્રેઇનડેડ અંગદાતાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ અને રિસર્ચ સેન્ટર (IKDRC) ને દેશની “Best Govt. Hospital in Organ Transplantation in the country” તરીકે પુરસ્કૃત કરવામાં આવશે. IKDRC દ્વારા અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ અને સતત પ્રયાસો કરવામાં આવેલ છે.
૨૦૨૪ના વર્ષમાં IKDRC કિડનીના લીવરના અને પેંક્રીયાસના થઇને કુલ ૫૧૧ અંગોના ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યા છે તે દેશભરમાં સૌથી વધારે છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે અગ્રણી પાયાની સેવા આપી રહ્યું છે તેને ધ્યાને રાખીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે .
અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ, નવી સિવિલ હોસ્પિટલ, સુરતને “બેસ્ટ નોન-ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગન રીટ્રીવલ સેન્ટર (NTORC)” તરીકે પુરસ્કૃત કરવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલ, સુરત દ્વારા અંગદાનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે બ્રેઇન ડેથ દાતામાંથી અંગોના દાન કરાવવાના તેમના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે દર્દીઓને નવજીવન મળેલ છે.