બિહારમાં મતદાર યાદીનો મુસદો જાહેર ૬૫ લાખથી વધુ મતદાતાઓ દૂર કરાયાં

પટણા, સચૂંટણી પંચે બિહારમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ડ્રાફ્ટ મતદાર યાદી જારી કરી દીધી છે. આ મુસદ્દા પ્રમાણે રાજ્યમાં કુલ ૭.૨૪ કરોડ મતદાતાઓ નોંધાયા છે. પરંતુ ૬૫ લાખ જેટલા નામોની બાદબાકી કરાઇ છે.
એવો દાવો છે કે આ લોકો મરી ગયા છે અથવા પલાયન કરી ગયા છે. ચૂંટણી પંચના ખાસ ઝુંબેશ હેઠળ તૈયાર કરાયેલા મતદાર યાદીના મુસદાએ ભારે વિવાદ સર્જ્યાે છે કેમ કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી અગાઉ આ કવાયત કરાઇ હતી. ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે તે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જિલ્લાવાર પ્રિન્ટેડ નકલો આપશે. જેથી કરીને વિસંગતિ હોય તો તે દૂર કરી શકાશે.
એક મહિના સુધી નામો ઉમેરવા કે કમી કરવા માટે મતદારોને તક આપવામાં આવી છે. અંતિમ મતદાર યાદી પ્રકાશિત થાય તે અગાઉ એટલે કે પહેલી સપ્ટેમ્બર સુધી આ કવાયત હાથ ધરાશે.
જોકે રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ આરજેડીએ આ સિસ્ટમ સામે નારાજગી દર્શાવી છે. તેણે બિહારના ચીફ ઇલેક્ટોરલ ઓફિસરને સોંપેલા મેમોરેન્ડમમાં માગણી કરી હતી કે વિધાનસભાવાર બ્રેકઅપ આપવામાં આવે અને તે પેન ડ્રાઇવ કે સીડીમાં લઇ શકાય તે પ્રકારનો હોવો જોઇએ.
કોંગ્રેસે ચૂંટણી પંચને પડકાર ફેંક્યો છે કે એસઆઈઆર પહેલા મતદાર યાદીમાં “કેટલા વિદેશી નાગરિકો”ના નામ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું અને શું તેમને ‘ડ્રાફ્ટ મતદાર યાદી’માં છોડી દેવામાં આવ્યા છે તે જાહેર કરવું જોઇએ.
રાજ્યની રાજધાની પટણમાં સૌથી વધુ ૫૦ લાખથી વધુ મતદારો નોંધવામાં આવ્યા હતા. અહીં ૪૬ લાખથી વધુ મતદાતાઓને દૂર પણ કરાયા છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. એસઆઇઆર શરૂ કરાયું તે અગાઉ રાજ્યમાં નોંધાયેલા મતદાતાઓની સંખ્યા ૭.૯ કરોડ હતી. વિપક્ષનો આક્ષેપ છે કે એનડીએને સત્તા પર ટકાવી રાખવા એસઆઇઆરની કવાયત હાથ ધરાઇ હતી.SS1MS