Western Times News

Gujarati News

કલાર્ક પાસે 40 એકર જમીન, 24 ઘર અને 30 કરોડની સંપત્તિ મળતાં ચકચાર

કોપ્પલ, કર્ણાટકમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોપ્પલમાં કર્ણાટક રૂરલ ઈન્ળાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડમાં કલાર્ક રહેલા એક વ્યક્તિએ કરોડોની સંપત્તિ બનાવી હતી.

એ ૨૪ મકાનો, લગભગ ૪૦ એકર જમીન અને રૂપિયા ૩૦ કરોડની નહિ જાહેર કરાયેલી સંપત્તિનો માલિક છે. આ પૂર્વ ક્લાર્ક સામે આવકના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વ્યક્તિનું નામ કલકપ્પા નિંદગુંડી છે.

તેનો મહિને પગાર તો ફક્ત રૂપિયા ૧૫ હજાર હતો. પરંતુ આજે એ પોતાના, પોતાની પત્ની અને ભાઈના નામ પર કરોડોની પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરાવી ચુક્યો છે. કર્ણાટક લોકાયુક્ત અધિકારીઓએ પદનો દુરુપયોગ અને જાહેર કરેલી આવકથી વધુ સંપત્તિ એકત્ર કરવાની શંકાના ભાગરુપે દરોડા પાડવામાં આવ્યા, ત્યાર પછી આ મોટો ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે.

લોકાયુક્ત અધિકારીઓએ પૂર્વ કલાર્કના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા. આ દરમિયાન ખબર પડી કે નિંદગુડીની પાસે રૂપિયા ૩૦ કરોડની સંપત્તિ છે, જેમાં ૨૪ મકાનો, ચાર પ્લોટ અને ૪૦ એકર જમીન સામેલ છે. આ સિવાય, લગભગ ૩૦ લાખ રુપિયાનું ૩૫૦ ગ્રામ સોનુ અને ૧.૫ કિલોથી વધુ ચાંદી પણ જપ્ત કરાઈ છે.

ભૂતપૂર્વ કલાર્કની પાસે બે કાર અને બે દ્વિચક્રી વાહન પણ છે. નિંદગુંડી પર પૂર્વ કેઆરઆઈડીએલ એન્જિનિયર જેડએમ ચિંચોલકરની મદદથી રૂપિયા ૭૨ કરોડની હેરાફેરી કરવાનો આક્ષેપ પણ છે.આ બંનેએ કથિત રીતે ૯૬ અપૂર્ણ માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો માટે બોગસ બીલ બનાવ્યા હતા. કર્ણાટકમાં લોકાયુક્ત અધિકારીઓ દ્વારા ગેરકાયદે સંપત્તિઓ શોધવા માટે કાર્યવાહી લાંબા સમયથી ચાલુ છે.

રિપોર્ટ અનુસાર, ગેરકાયદે સંપત્તિના મામલાઓમાં તપાસની રડારમાં હમણાં સુધી કેટલાય અધિકારીઓ આવી ચુક્યા છે. હાસન સ્થિત નેશનલ હાઇવે હાસન ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયન્ના આર અને બેંગલુરુમાં બાગવાનીના સીનિયર આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.ઓમપ્રકાશનું નામ પણ સામેલ છે. આ સિવાય પણ કેટલાક અધિકારીઓના નામ પણ આ યાદીમાં છે.

હાલ લોકાયુક્ત અધિકારીઓની ટીમ દસ્તાવેજો,રોકડ, હોલ્ડિંગ્સ અને નોંધાયેલી સંપત્તિ ની તપાસ કરી રહી છે. આના આધાર પર આગળની કાર્યવાહી કરાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.