Western Times News

Gujarati News

માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના રૂ. ૩૮.૭૭ કરોડના રસ્તાઓના કામો મંજૂર

માણાવદર વિધાનસભા મતવિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના રૂ. ૩૮.૭૭ કરોડના રસ્તાઓના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરાવતા : પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડા

માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જૂનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા મત વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના આ સાથે સામેલ પત્રક મુજબના રૂ. ૩૮.૭૭ કરોડના રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરી જોબનંબર માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ છે અને તેણી આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને સૂચના આપવામાં આવેલ છે.

વધુમાં મંત્રીશ્રી જણાવેલ હતું કે આ રસ્તાઓમાં ૨૧.૯૦ કી.મી.ની લંબાઈ અંદાજીત રકમ રૂ.૧૧૯૧ લાખનાં ખર્ચે વંથલી માણાવદર તાલુકાના કાચા થી ડામર નોન પ્લાન રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે
તેમજ વંથલી મેંદરડા તાલુકાના ૭ વર્ષ થી જૂના ૩૮.૫૦ કી.મી ની લંબાઈ વાળા રસ્તાઓને અંદાજીત રૂ. ૮૧૨.૦૦ લાખના ખર્ચે રીસર્ફેસિંગ કરવામાં આવશે.

તેમજ માણાવદર, મેંદરડા તાલુકાના ૧૦ વર્ષથી જૂના ૧૩.૨૦ કી.મીની લંબાઈવાળા નોનપ્લાન રસ્તાઓ માટે રૂ. ૫૧૯ લાખના મંજુર કરવામાં આવેલ છે. તેમજ વંથલી તાલુકામાં આવતા કોઝવે થી પુલ વી.આર કક્ષાનાની સૂચિત કામગીરી માટે રૂ. ૫૧૫.૦૦ લાખ મંજુર. તેમજ આ જ્તાલુકામાં વાદળા લુવારસર ધણફુલીયા રોડ એમ.ડી.આર. કક્ષાના થ્રુ રૂટ, એ.જી.માં., ગ્રા.મા ને પહોળા તેમજ વાઈડનીંગ, માટીકામ, મેટલકામ, ડામરકામ નાળાકામની સૂચિત કામગીરી માટે રૂ. ૬૫૦.૦૦ લાખ મંજુર.

વધુમાં માણાવદર, વંથલી તાલુકાના ખૂટતી કડી તથા ખૂટતા નાળાના બાંધકામની મુજીમા/ વીઆરએનપી કક્ષા હેઠળ રૂ. ૧૯૦.૦૦ લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટ હેંકવોલ અને પાઈપ કલ્વર્ટની સૂચિત કામગીરી માટે મંજુર કરવામાં આવેલ છે.
રાજ્યમાં આંતર માળખાકીય સુવિધા વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોડ રસ્તાઓના કામો મંજુર થતા સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના મતદારો તેમજ સ્થાનિક લોકોમાં હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરેલ છે. તેમ અંતમાં મંત્રીશ્રીએ જણાવેલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.