અમદાવાદ ગ્રામ્યની શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ

જિલ્લા રમતગમત અધિકારીશ્રી અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા જિલ્લામાં સ્કૂલ ગેમ્સ સ્પર્ધાઓનું આયોજન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમતગમત અધિકારીશ્રી અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા અમદાવાદ જિલ્લામાં વિવિધ કક્ષાની સ્કૂલ ગેમ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ ગ્રામ્યની શાળાકીય સ્પર્ધાઓ ૨૦૨૫-૨૬ અંતર્ગત ધ ન્યુ તુલીપ હાઈસ્કૂલ, બોપલ ખાતે જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ હતી. અંડર ૧૪,૧૭,૧૯ વયજૂથમાં યોજાયેલી ભાઈઓ અને બહેનોની સિલેક્શન સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ત્રણેય વયજૂથમાંથી ભાઈઓ અને બહેનોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમો આગળ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. સિલેક્શન સ્પર્ધા અંતર્ગત ખેલાડીઓના પ્રદર્શનના આધારે તેમનું સિલેક્શન કરવામાં આવશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન નિષ્ણાંતો દ્વારા ખેલાડીઓનું મૂલ્યાંકન કરીને તેમનું સિલેક્શન કરવામાં આવશે.
શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત ધ ન્યુ તુલીપ હાઈસ્કૂલ, બોપલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધામાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ડો. અમિત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.