સરકારે ૩૫ જેટલી જરૂરી દવાઓના ભાવ ઘટાડ્યા

ડાયાબિટીઝથી લઈને હૃદયના દર્દીઓને મળશે મોટી રાહત
(એજન્સી)નવી દિલ્હી, દેશભરમાં દર્દીઓને મોટી રાહત આપવા માટે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ૩૫ જરૂરી દવાઓના ભાવ ઘટાડી દીધા છે. આ દવાઓ ઘણી મોટી ફાર્મા કંપનીઓ દ્વારા વેચવામાં આવે છે અને
તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, હાર્ટ, એન્ટિબાયોટિક, ડાયાબિટીઝ અને સાઇકિએન્ટિÙક જેવી મહત્વની દવાઓ સામેલ છે. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે એનપીપીએના પ્રાઇઝ રેગ્યુલેશનના આધારે આ નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ભાવ લાગુ થયા પછી લાંબી બિમારીનો સામનો કરી રહેલા દર્દીઓને સીધો ફાયદો થશે.
નોટિફિકેશન મુજબ, કેટલીક મુખ્ય ફિક્સ્ડ ડોઝ કોÂમ્બનેશન્સની કિંમતો ઘટાડવામાં આવી છે, જેમાં એસિક્લોફેનેક-પેરાસિટામોલ-ટ્રિÂપ્સન કાઇમોટ્રિÂપ્સન, એમોક્સિસિલિન અને પોટેશિયમ ક્લેવુલાનેટ, એટોરવાસ્ટેટિન કોÂમ્બનેશન્સ અને નવા ઓરલ એન્ટી-ડાયાબિટિક કોÂમ્બનેશન્સ
જેમ કે એમ્પાÂગ્લફ્લોઝિન, સિટાÂગ્લÂપ્ટન અને મેટફોર્મિનનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ડૉ. રેડ્ડીઝ લેબ્સ દ્વારા માર્કેટ કરવામાં આવતી એક એસિક્લોફેનેક-પેરાસિટામોલ-ટ્રિÂપ્સન કાઇમોટ્રિÂપ્સન ટેબલેટ હવે ૧૩ રૂપિયામાં મળશે, જ્યારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની એ જ ટેબલેટ ૧૫.૦૧ રૂપિયામાં ઉપલબ્ધ થશે.
હાર્ટ પેશન્ટ્સ માટે મહત્વની માનવામાં આવતી એટોરવાસ્ટેટિન ૪૦ એમજી અને ક્લોપિડોગ્રેલ ૭૫ એમજીની ટેબલેટનો ભાવ હવે ૨૫.૬૧ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. બાળકો માટે સીફિક્સાઇમ-પેરાસિટામોલ ઓરલ સસ્પેન્શન પણ આ લિસ્ટમાં છે. તે જ રીતે, વિટામિન-ડ્ઢની જરૂરિયાત પૂરી કરવા માટે કોલેકેલ્સિફેરોલ ડ્રોપ્સ અને દુખાવો અને સોજા માટે ડાઇક્લોફેનેક ઇન્જેક્શન (૩૧.૭૭ રૂપિયા પ્રતિ મિલી)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
એનપીપીએએ કહ્યું કે તમામ રિટેલર્સ અને ડીલર્સને તેમના સ્ટોર પર નવી પ્રાઇસ લિસ્ટ સ્પષ્ટ રીતે ડિસ્પ્લે કરવી પડશે. જો કોઈ નક્કી કરેલી કિંમતો કરતાં વધુ ચાર્જ કરે છે, તો તેના પર ડીપીસી ૨૦૧૩ અને એસેÂન્શયલ કોમોડીટીઝ એક્ટ ૧૯૫૫ હેઠળ દંડ અને વ્યાજ સહિત વધારાની વસૂલાતની કાર્યવાહી થઈ શકે છે.
નવી કિંમતો જીએસટી વિના નક્કી કરવામાં આવી છે અને ઉત્પાદક કંપનીઓને આ કિંમતો અનુસાર અપડેટેડ લિસ્ટ ફોર્મ વીમાં ઈન્ટીગ્રેટેડ ફાર્માસ્ટીક્યુકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પર અપલોડ કરવી પડશે. આ માહિતી એનપીપીએ અને રાજ્ય ઔષધ નિયંત્રકોને પણ મોકલવી પડશે. આ નોટિફિકેશન લાગુ થતાં જ અગાઉ જારી કરેલા તમામ જૂના પ્રાઇસ ઓર્ડર રદ માનવામાં આવશે. એનપીપીએ, જે કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય હેઠળ કામ કરે છે, દેશમાં દવા કિંમતો નક્કી અને મોનિટર કરતી મુખ્ય સંસ્થા છે.