બિહાર RJDના નેતા તેજસ્વી યાદવ એક નવા વિવાદમાં ફસાઈ ગયા

ચૂંટણીપંચે તેજસ્વી યાદવ સામે શરૂ કરી તપાસ
(એજન્સી)નવી દિલ્હી, બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. તેજસ્વી પર બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે આ મામલાની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વીએ દાવો કર્યો કે તેમનું નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. તેજસ્વીએ શનિવારે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે ચૂંટણી પંચની વેબસાઇટ પર તેમનો ઈપીઆઈસી નંબર શોધ્યો, પરંતુ કોઈ રેકોર્ડ મળ્યો નથી એવો સંદેશ આવ્યો. તેમણે તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો અને કમિશન પર સવાલ ઉઠાવ્યા. જોકે
, ચૂંટણી પંચે તેમના દાવાને ફગાવી દીધો અને સ્પષ્ટતા કરી કે તેજસ્વીનું નામ મતદાન મથક નંબર ૨૦૪, સીરીયલ નંબર ૪૧૬ પર મતદાર યાદીમાં નોંધાયેલું છે. તેમનો માન્ય ઈપીઆઈસી નંબર આરએબી૦૪૫૬૨૨૮ છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે તેજસ્વીએ પત્રકાર પરિષદમાં જે ઈપીઆઈસી નંબર આરએબી૨૯૧૬૧૨૦ દર્શાવ્યો હતો તે છેલ્લા ૧૦ વર્ષના રેકોર્ડમાં ક્્યાંય જોવા મળતો નથી. પંચને શંકા છે કે આ નંબર નકલી હોઈ શકે છે
અથવા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. બીજી તરફ, ઈપીઆઈસી નંબર આરએબી ૦૪૫૬૨૨૮, જેના આધારે તેજસ્વીએ ૨૦૧૫ અને ૨૦૨૦ ની વિધાનસભા ચૂંટણી લડી હતી, તે સત્તાવાર રેકોર્ડમાં હાજર છે. ચૂંટણી પંચે કહ્યું કે જો બીજો ઈપીઆઈસી ઈપીઆઈસી નંબર નકલી હોવાનું જાણવા મળશે તો તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ હેઠળ ગંભીર ગુનો ગણાશે.
ચૂંટણી પંચ આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે કે શું આરજેડી કાર્યાલયમાંથી અન્ય નકલી મતદાર ૈંડ્ઢ બનાવવામાં આવ્યા છે કે નહીં. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને જેડીયુ પ્રવક્તા નીરજ કુમારે તેજસ્વી પર બે મતદાર ઓળખપત્ર હોવાનો આરોપ લગાવ્યો અને તેને ચૂંટણી કૌભાંડ ગણાવ્યું.