Western Times News

Gujarati News

મજૂરો ખાણમાં કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વિશાળ પથ્થરનો હિસ્સો તૂટીને પડ્યો

આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટનાઃ ૬ શ્રમિકોના મોત

બાપટલા,  આંધ્ર પ્રદેશ બાપટલા જિલ્લામાં ગ્રેનાઈટની ખાણમાં દુર્ઘટના સર્જાતા છ શ્રમિકોના મોત અને ૧૦ને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓ ઓડિશાના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે.

Six migrant workers from Odisha were killed in a tragic accident at Satyakrishna Granite Quarry in Andhra Pradesh’s Bapatla district when a section of the quarry collapsed, causing boulders to fall on them.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પૂરજોશમાં રાહત-બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તપાસના આદેશ આપી દીધા છે.

પોલીસના જણાવ્યા મુજબ બાપટલા જિલ્લાના બલ્લીકુરવામાં સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં ૩ ઓગસ્ટ સવારે દુર્ઘટના બની હતી, જેમાં ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થયો હતો. જ્યારે ઘટના બની ત્યારે ખાણમાં ૧૬ શ્રમિકો હતા. દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા થઈ છે.

કાટમાળ હેઠળ દબાઈ ગયેલા શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ચાર શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને નરસારાવપેટની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

રિપોર્ટ મુજબ, રવિવારે સવારે જ્યારે મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વિશાળ પથ્થરનો હિસ્સો તૂટીને તેમના પર પડ્યો હતો. પોલીસની પ્રારંભિક તપાસ મુજબ, એવી શંકા છે કે, ખડકોમાં પાણી ભરાઈ જવાના કારણે ખડકો નબળા પડી જતા તૂટી પડ્યો હશે. જોકે, ઘટનાના ચોક્કસ કારણની તપાસ માટે ફોરેન્સિક ટીમ અને અન્ય સંબંધિત વિભાગો કામ કરી રહ્યા છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તેની ખાતરી કરવા પણ નિર્દેશ આપ્યો છે.

Andhra Pradesh | On six died in a quarry accident at a construction site, Bapatla District Collector J Venkata Murali says, “As per the instructions of CM N. Chandrababu Naidu, a criminal case has been registered against the quarry management. A comprehensive investigation will be carried out in coordination with the police and relevant departments…All of them were migrant workers from the state of Odisha. The eight injured workers are undergoing treatment at GBR Hospital in Narasaraopet. Among them, one is critically injured. Each of the deceased workers’ families will receive Rs 14 lakh as compensation, which will be provided by the quarry management. The government has also assured that all medical expenses of the injured workers will be borne in full until their complete recovery…”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.