હું રોજ ભિખ માંગી ૩૦૦૦ કમાઉ છું: બંને પત્નિઓના ઝઘડાને ગમે તેમ કરી નીપટાવો

અપંગ ભિખારી શફીક શેખે કલેકટરને કહ્યુઃ બે પત્નીઓ છે બંને એકબીજા સાથે લડે છેઃ ‘ધંધો’ થતો નથીઃ ભિખારીએ નોંધાવી ફરીયાદ
ખંડવા, મધ્યપ્રદેશના ખંડવામાં જાહેર સુનાવણી ચાલી રહી હતી કલેકટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર હતા. એટલામાં જ એક ભિખારી ત્યાં આવ્યો. તેણે પોતાની પત્નીઓ વિશે એવી ફરિયાદ કરી કે ત્યાં હાજર બધા લોકો તે સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. અપંગ ભિખારી શફીક શેખે કલેકટરને કહ્યુ કે તેની બે પત્નીઓ છે.
બંને એકબીજા સાથે ખુબ લડે છે, જેના કારણે તેના ભીખ માંગવાના કામ પર અસર પડી રહી છે. ભિખારીએ કહ્યું પણ તે તેની બંને પત્નીઓને છોડવા માંગતો નથી. તેના બદલે તે બંનેને સાથે રાખવા માંગે છે. એક જ છત નીચે. શફીફની આ વાત સાંભળીને કલેકટર ઋષભ કુમાર ગુપ્તા આશ્ચર્યચકિત થઈ ગયા. એટલું જ નહીં જાહેર સુનાવણીમાં બેઠેલા અન્ય વિભાગોના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા.
ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
કલેકટરે ભિખારીની ફરિયાદ તપાસ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગને મોકલી આપી છે. હવે વિભાગ શફીપની બંને પત્નીઓને બોલાવીને મામલો ઉકેલવાનો પ્રયાસ કરશે. અહીં, ફરિયાદ લઈને આવેલા શફીકે કહ્યું કે તેને બે પત્નીઓ છે. પહેલી પત્નીનું નામ શબાના છે. જ્યારે બીજી પત્નીનું નામ ફરીદા છે. તેણે ૨૦૨૨માં શબાના અને ૨૦૨૪માં ફરીદા સાથે લગ્ન કર્યા.
શફીફ અંધ છે અને ખંડવા અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી ટ્રેનો અને બસોમં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. શફીફે જણાવ્યું કે તે ભીખ માંગીને દરરોજ બે થી ત્રણ હજાર રૂપિયા કમાય છે. શફીફે કહ્યું કે તે બંને પત્નીઓને ટેકો આપવા સક્ષમ છે. પરંતુ બંને પત્નીઓ એકબીજા સાથે ખુબ લડે છે. જેના કારણે તેના ભીખ માંગવાના કામ પર અસર પડી રહી છે. એટલા માટે કલેકટર સાહેબે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને બંને પત્નીઓને સમજાવવી જોઈએ.