ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું થયું નિધન

નવી દિલ્હી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા શિબુ સોરેનનું નિધન થઇ ગયું છે. તેઓ સ્વાસ્થ્યની સમસ્યાને કારણે વેન્ટીલેટર પર હતા. હેમંત સોરેને આ મામલે જાણકારી આપતાં કહ્યું કે હવે ગુરુજી આપણી વચ્ચે નથી.
આજે હું શૂન્ય થઇ ગયો. શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં દાખલ હતા.
PM Narendra Modi Went to Sir Ganga Ram Hospital to pay homage to Shibu Soren.
#WATCH | Prime Minister Narendra Modi pays tribute to former Chief Minister of Jharkhand, #ShibuSoren at Sir Ganga Ram Hospital in Delhi.
Former Jharkhand CM and JMM founder patron Shibu Soren passed away at the hospital today after a prolonged illness. pic.twitter.com/iIzhBgXo0f
— DD India (@DDIndialive) August 4, 2025
તેમને જૂન મહિનામાં છેલ્લા અઠવાડિયે કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ ૮૧ વર્ષના હતા. ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેને આ મામલે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે આદરણીય દિશોમ ગુરુજી આપણા બધાને હવે છોડી ગયા છે. આજે હું શૂન્ય થઇ ગયો.
હોસ્પિટલ તરફથી જણાવાયા અનુસાર પૂર્વ સીએમને સવારે ૮ઃ૫૬ વાગ્યે મૃત જાહેર કરાયા હતા. તેમને કિડનીની તકલીફને કારણે દોઢ મહિના અગાઉ સ્ટ્રોક આવ્યો હતો. તે લગભગ એક મહિનાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડૉક્ટરોની એક ટીમ તેમના પર સતત નજર રાખી હતી પણ છેવટે તેમને બચાવી ના શકાયા.SS1MS
Delhi: Congress president Mallikarjun Kharge and Lok Sabha LoP Rahul Gandhi visited Sir Ganga Ram Hospital in Delhi and paid last respects to Shibu Soren. They offered their condolences to his son and Jharkhand CM Hemant Soren