૫૦ વર્ષ અગાઉ મિત્રએ કરેલી એ મદદ જે આજે પણ ભૂલાવી નથી શક્યા સુપરસ્ટાર રજનીકાંત

મુંબઈ, ભારતીય સિનેમાના મેગાસ્ટાર રજનીકાંત જે મુકામ પર પહોંચ્યા છે, એ લેવલ પર બહુ ઓછા સ્ટાર્સ પહોંચી શક્યા છે. દક્ષિણ ભારતના આ સુપરસ્ટારે બોલિવૂડમાં સારી એવી નામના મેળવી છે.
તેમના ચાહકો મોટી સંખ્યામાં છે. એટલું જ નહીં સાઉથમાં તો અભિનેતાને તેમના ચાહકો ભગવાન તરીકે પૂજે છે. આજે ૭૪ વર્ષની ઉંમરમાં તેમનો ક્રેજ ઓછો નથી થયો. આ ઉંમરમાં પણ રજનીકાંત લીડ એક્ટર તરીકે ફિલ્મોમાં કામ કરે છે.
રજનીકાંત ફિલ્મોમાં આવ્યા પહેલા થિયેટર આર્ટિસ્ટ હતા, અને તે દિવસોમાં બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. જોકે, જ્યારે એક્ટિંગ કરિયરમાં આગળ વધવા ઈચ્છતા હતા પરંતુ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા.
ત્યારે તેમની મદદ એક મિત્રએ કરી હતી. મિત્રની મદદ દ્વારા તેમની ‘મદ્રાસ ફિલ્મ ઈન્ટીટ્યૂટ’ માં એડમિશન થઈ શક્યું હતું અને અહીથી ભારતીય સિનેમાને એક મેગાસ્ટાર મળવાની શરુઆત થઈ ગઈ હતી. જ્યારે રજનીકાંત બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા, ત્યારે રાજ બહાદુર નામનો તેમનો એક મિત્ર હતો.
તેઓ જાણતા હતા કે રજનીકાંતને એક્ટિંગમાં રસ છે. જોકે, અભિનેતા પાસે મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે એટલા પૈસા નહોતા. પછી રાજ બહાદુરે તેમને મદદ કરી અને તેમને પ્રોત્સાહન આપ્યું. રજનીકાંત આજ સુધી તેમના મિત્ર રાજ બહાદુરનો તે ઉપકાર ભૂલી શક્યા નથી. અભિનેતા હંમેશા આ ઉપકાર યાદ રાખે છે.
વર્ષ ૨૦૨૧ માં ‘રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ’ માં જ્યારે રાજ બહાદુરને પ્રતિષ્ઠિત ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે અભિનેતાએ રાજ બહાદુરનો પણ ઉલ્લેખ કર્યાે હતો.
ત્યારબાદ અભિનેતાએ રાજ બહાદુરનો આભાર માન્યો હતો.મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યા પછી રજનીકાંતની અભિનય ક્ષેત્રે વર્ષ ૧૯૭૫ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’ થી શરૂઆત કરી હતી.
એ પછી, તેમણે દક્ષિણથી લઈને બોલિવૂડ સુધી ઘણી શાનદાર ફિલ્મો આપી. હવે અભિનેતા ફિલ્મ ‘કુલીઃ ધ પાવરહાઉસ’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. જે ઋત્વિક રોશનની ફિલ્મ ‘વોર ૨’ સાથે ટકરાશે.SS1MS