Western Times News

Gujarati News

ભરૂચના જંબુસર તાલુકાના કંબોઇ પાસે સાગર કિનારે આવેલું એક પૌરાણિક સ્થળ

  • અહીં મહી નદી અને અરબ સાગરનું મિલન—સંગમ—થાય છે, જેને “સंગમ તીર્થ” અથવા “ ગુપ્ત તીર્થ” પણ કહે છે.

દરિયાના ભરતીના સમયે, સમુદ્ર પોતાના જળથી શિવલિંગનો જળાભિષેક કરે છે. આ અજાયબી તથા ચમત્કારિક પ્રસંગ ભક્તોમાં વિશેષ આસ્થા પ્રગટાવે છે

ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે મુખ્યમંત્રીએ દર્શન કર્યા-યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્તંભેશ્વરમાં યાત્રી સુવિધાના બે કરોડ રૂપિયાના કામો થયા છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી.

ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો.

તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર-રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા.

ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે તે સ્થળે નદી અને સમુદ્રના સંગમ નજીક આ પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ સ્થિત છે. મંદિરના શિવલિંગ પર દિવસમાં બે વાર દરિયાના ભરતીના પાણીનો આપમેળે અભિષેક થાય છે.

આ તીર્થક્ષેત્રના દર્શન માટે આવતા યાંત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી પર્પસ હોલ, પેવર બ્લોક્સ તથા યાત્રિકોને બેસવા માટે બેન્ચીસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.

મુખ્યમંત્રીશ્રી સાથે આ આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીપૂર્વ મંત્રી શ્રી છત્રસિંહ મોરી અને પદાધિકારીઓ તથા સ્તંભેશ્વર મહાદેવના મહંત શ્રી વિદ્યાનંદજી મહારાજ અને સંતો પણ જોડાયા હતા.

સ્તંભેશ્વર મહાદેવ – પ્રાચીન તીર્થક્ષેત્રનું મહત્ત્વ

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ગામ પાસે અરબ સાગરના કિનારે આવેલું એક અનોખું અને પૌરાણિક સ્થળ છે. આ મંદિરમાં વૈશિષ્ટ્ય એ છે કે મંદિર સમુદ્રની લીધે દરેક દિવસમાં બે વાર પાણીમાં સંપૂર્ણપણે જલમગ્ન થઈ જાય છે અને પછી ફરી દર્શન માટે ખુલ્લું પડે છે. સમુદ્રના ઊંડા પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ભગવાન શિવનું શિવલિંગ અહીં બિરાજમાન છે. ભગવત પૂરા અને શિવપુરાણ સહિત ઘણી ધાર્મિક કથાઓમાં આ તીર્થનું હંમેશાં મહાત્મ્ય વર્ણવાયું છે.

તિર્થક્ષેત્ર તરીકેનું મહત્વ:

  • અહીં મહી નદી અને અરબ સાગરનું મિલન—સંગમ—થાય છે, જેને “સंગમ તીર્થ” અથવા “ ગુપ્ત તીર્થ” પણ કહે છે.

  • શિવપુત્ર કાર્તિકેયે થતી પૌરાણિક કથા અનુસાર, તારકાસુર રાક્ષસના સંહાર પછી તેમણે પ્રાયશ્ચિતરૂપે આ સ્થળે ભગવાન શિવના લિંગની સ્થાપના કરી અને વર્ષો સુધી અંતરમુખ તપ કર્યા. ત્યારથી અહીં દેવોના સેનાપતિ કાર્તિકેય તથા ભગવાન શિવની વિશિષ્ટ ઉપસ્થિતિ મનાય છે

  • દર વર્ષે મહાશિવરાત્રિ અને અમાસે અહીં ભવ્ય મેળાનો પણ આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો સમગ્ર ભારતમાંથી દર્શનાર્થે આવે છે.

  • મંદિરમાં દરિયાના ભરતીના સમયે, સમુદ્ર પોતાના જળથી શિવલિંગનો જળાભિષેક કરે છે. આ અજાયબી તથા ચમત્કારિક પ્રસંગ ભક્તોમાં વિશેષ આસ્થા પ્રગટાવે છે

આ તીર્થ અદૃશ્ય થઈ જાય છે, તેથી તેને “ગુપ્ત તીર્થ” કહેવામાં આવે છે. અહીં શ્રીમદ્ મહાપુરાણમાં પણ અનેક વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે આ તીર્થ પર શ્રદ્ધાથી સ્નાન કે દર્શન કરવાથી મનચાહી કામના પૂર્ણ થાય છે અને દુ:ખનો નાશ થાય છે

છેલ્લે, સ્તંભેશ્વર મહાદેવ તીર્થક્ષેત્ર માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં, પણ કુદરતી અદ્ભુત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ વિશેષ મહત્વ ધરાવે છે. અહીંની અનોખી ધાર્મિક પરંપરા, મહત્ત્વપૂર્ણ પૌરાણિક ઇતિહાસ અને પ્રતિદિન સ્મરણકો દ્રશ્યો ભક્તોમાં ઘણી શ્રદ્ધા અને ઉત્સાહ પેદા કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.