પત્નીના અંગત પળોના વીડિયો વાયરલ કરનારા પતિને HCનો 25000 નો દંડ

પતિ લીગલ ઓથોરિટીમાં રૂપિયા જમા કરાવે ત્યારબાદ ફરિયાદ રદ થશે
પતિ ઇચ્છતો હતો કે પત્ની પરત આવે, પરંતુ પત્ની તેમ કરવા માગતી ન હોવાથી તેને બદનામ કરવા પતિએ વીડિયો વાયરલ કર્યા હતા
અમદાવાદ , પત્નીના અંગત પળોના વીડિયો વાયરલ કરનારા પતિને હાઇકોર્ટે રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યાે છે. આ રૂપિયા ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી સમક્ષ એક અઠવાડિયામાં જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ રૂપિયા જમા થયા બાદ જ સંબંધિત મામલે થયેલી ફરિયાદ રદ કરવામાં આવશે. વડોદરા રહેતા એક પતિએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી અને તેની સામે તેના જ પત્નીએ કરેલી ફરિયાદ રદ કરવાની દાદ માગી હતી.
જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ફરિયાદી પત્ની અને આરોપી પતિ વચ્ચે સંમતિપૂર્વક સમાધાન થઇ ગયું હોવાથી ફરિયાદ રદ કરવામાં આવે. આ મામલે પત્નીએ પણ હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું ફાઇલ કરીને પતિ સામે ફરિયાદ રદ થાય તો કોઇ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી પત્ની જાતે પણ કોર્ટ સમક્ષ હાજર થઈ હતી.
આ કેસની હકીકતમાં એવું સામે આવ્યું હતું કે, પત્ની તેના પતિ સાથે વૈવાહિક જીવન નિભાવવા તૈયાર નહોતી. તે પિયરમાં રહેતી હતી અને પતિએ પત્નીના અંગત વીડિયો ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર મૂકીને વાયરલ કર્યા હતા. એટલું જ નહીં, ઉતરતી કક્ષાની કમેન્ટ્સ પણ મૂકી હતી. જેથી પત્નીએ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં વડોદરામાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
પતિ અને પત્ની વચ્ચે સમાધાન થતા હાઇકોર્ટે ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યાે હતો. જોકે, પતિને આવા કૃત્ય બદલ રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યાે હતો. જેને એક અઠવાડિયામાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાનો રહેશે. ત્યાર બાદ જ પતિ સામેની ફરિયાદ રદ થશે.કેસને વિગત એવી છે કે ચાલુ વર્ષે અમદાવાદમાં રહેતી પત્નીએ શહેરના એક પોલીસ સ્ટેશનમાં વડોદરામાં રહેતા તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના પતિએ યુવતીના અંગત ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકીને તેને બદનામ કરવા કોશિશ કરી હતી.
પત્ની પતિથી અલગ પોતાના પિયર અમદાવાદમાં રહેતી હતી અને સાસરે જવા માગતી નહોતી. પત્ની તેના પતિ અને સાસરિયાના વ્યવહારથી ખુશ નહોતી, જેથી પિયરમાં આવીને રહેતી હતી. પત્નીની સોશિયલ મીડિયા ID તેનો પતિ વાપરતો હતો. પત્નીને છાતી અને પીઠના ભાગે એલર્જી થઈ હતી. તેના પતિએ તેને વોટ્સએપ કાલ કરીને તેને તે ભાગ બતાવવા દબાણ કર્યું હતું. તેનું સ્ક્રીન રેકો‹ડગ કર્યું હતું. ત્યારબાદ પત્ની રોગી છે તેમ જણાવ્યું હતું. જોકે, પત્નીએ કહ્યું હતું કે આ એલર્જી સારી થઇ જવાની તૈયારીમાં છે. પતિ ઇચ્છતો હતો કે પત્ની પરત આવે, પરંતુ પત્ની તેમ કરવા માગતી ન હોવાથી તેને બદનામ કરવા પતિએ વીડિયો વાયરલ કર્યા હતા.ss1