શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ સાથેની ફિલ્મમાં હવે તમન્ના પણ જોડાઈ

‘રોમિયો’ એક ક્રાઇમ ડ્રામા છે, જેમાં તમન્નાનો રોલ પડકારજનક હશે
તમન્ના લાંબા સમય પછી મુખ્ય પ્રવાહની હિન્દી થ્રિલર ફિલ્મમાં એક લાંબા રોલમાં જોવા મળશે
મુંબઈ, વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર ફરી એક વખત સાથે મળીને એક મજબુત ફિલ્મ બનાવી રહ્યા છે, તેમાં હવે તાજેતરના અહેવાલો અનુસાર તમન્ના ભાટિયા પણ જોડાઈ છે. વિશાલ ભારદ્વાજ એક એક્શન થ્રિલર ફિલ્મ ‘રોમિયો’ બનાવી રહ્યા છે.ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તમન્ના આ ફિલ્મમાં મહત્વનો રોલ કરતી જોવા મળશે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હશે.
વિશાલ ભારદ્વાજ ફરી એક વખત તેમના જાણીતા ફિલ્મ જોનરમાં મૂલ્યો બાબતે જટિલ પાત્ર સાથેની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું કામ આ વર્ષની શરૂઆતથી ચાલુ થયું છે, હાલ તેનું કામ હવે અંતિમ તબક્કામાં છે. આ અંગે સુત્રના જણાવ્યા અનુસાર, “આ વિશાલ ભારદ્વાજની સૌથી કમર્શીયલ ફિલ્મ હશે. જેમાં અનેક પ્રકારની લાગણીઓ સાથે કામ લેતા ગેંગસ્ટરની એક્શન ડ્રામા ફિલ્મ હશે. શાહિદ આ ફિલ્મમાં એક અનેક આવરણો વાળું પાત્ર ભજવશે. તેમાં તમન્નાનું કાસ્ટિંગ બહુ યોજનાપૂર્વકનું છે, તેનાથી ફિલ્મમાં એક નવો દૃષ્ટિકોણ ઉમેરાશે.”
આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી પણ છે, તે ઉપરાંત નાના પાટેકર અને રણદીપ હુડા જેવા મજબુત કલાકારો પણ છે. આ અંગે અન્ય એક સુત્રના જણાવ્યા અનુસાર, “આ રોલ માટે કોઈ એવા કલાકારની જરૂર હતી, જે લાગણીઓની પોતાની નબળાઈ બતાવવામાં પાત્રની તાકાત ન ગુમાવે. પહેલી વખત વાર્તા સાંભળી ત્યારથી જ તમન્ના એ સમતુલન જાળવવા સક્ષમ હતી. તે માત્ર આકર્ષક છોકરીના પાત્રના બદલે ફિલ્મમાં એક મહત્વનો વળાંક લઇને આવશે. સાથે જ વિવિધ ભાષાઓની ફિલ્મમોમાં તેનાં મોટી સંખ્યામાં ફૅન પણ છે.
તેથી તેના પાત્રનું વજન પણ પડશે અને તેની એટલી પહોંચ પણ છે.”મહત્વની વાત એ પણ છે કે તમન્ના લાંબા સમય પછી મુખ્ય પ્રવાહની હિન્દી થ્રિલર ફિલ્મમાં એક લાંબા રોલમાં જોવા મળશે. આ પહેલાં તે ઓટીટીમાં લાંબા રોલ કરી ચુકી છે. છેલ્લે તે ૨૦૧૯માં ફિલ્મમાં જોવા મળી હતી. વિશાલ ભારદ્વાજની ‘રોમિયો’નું નામ ‘અર્જૂન ઉસ્ત્રા’ આપવામાં આવ્યું હતું. તેમની ફિલ્મ ૫ ડિસેમ્બરે થિએટરમાં રિલીઝ થવાની છે. આ પહેલાં શાહિદ અને વિશાલ ભારદ્વાજ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ જેવી ફિલ્મમાં એકસાથે કામ કરી ચુક્યા છે. સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આ ફિલ્મનું પહેલું પોસ્ટર લોંચ થવાની શક્યતા છે, તેના પછી ટીઝર લોંચ કરવામાં આવશે. ss1