Western Times News

Gujarati News

નીચી પડતર કોમોડિટી સાયકલ્સને મ્હાત કરવામાં મદદરૂપ થશે: હિંદુસ્તાન ઝિંકના મજબૂત ફંડામેન્ટલ્સ

હિંદુસ્તાન ઝિંક લિમિટેડના ચેરપર્સન પ્રિયા અગરવાલ હેબ્બરે નાણાંકીય વર્ષ 2025ને કંપનીના હેતુ તથા પરિવર્તનનું નિર્ણાયક વર્ષ ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે મજબૂત ફંડામેન્ટલ્સનીચી કોસ્ટનું સ્ટ્રક્ચર અને મહત્વની ધાતુઓમાં લીડરશિપની સ્થિતિના પગલે કંપની કોમોડિટી સાયકલ્સને આઉટપર્ફોર્મ કરવા માટે સારી સ્થિતિમાં છે.

એન્યુઅલ રિપોર્ટમાં શેરધારકોને પોતાના મેસેજમાં તેમણે હિંદુસ્તાન ઝિંકને વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક તથા ભારતની એકમાત્ર અગ્રણી ચાંદી ઉત્પાદક ગણાવી હતી અને વૈશ્વિક સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં તેના વધી રહેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

હિંદુસ્તાન ઝિંકના સ્કેલ તથા મજબૂત ફંડામેન્ટલ્સનીચી કોસ્ટનો આધાર અને મહત્વની મેટલમાં લીડરશિપની સ્થિતિથી અમે કોમોડિટી સાયકલ્સને મ્હાત કરવાની સ્થિતિમાં છીએએમ તેમણે જણાવ્યું હતું.

તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2025 એવું અભૂતપૂર્વ વર્ષ હતું જેમાં હિંદુસ્તાન ઝિંકે વિક્રમજનક ઓપરેશનલ કામગીરી દર્શાવી હતી જેના પગલે મજબૂત મૂલ્ય સર્જન થયું હતું. અમે આ નાણાંકીય વર્ષમાં 68 ટકાનું કુલ શેરધારક વળતર આપ્યું હતું અને નિફ્ટી તથા નિફ્ટી મેટલ સૂચકાંકોને પણ મ્હાત કર્યા હતા.

2030 સુધીમાં રિફાઇન્ડ મેટલ ક્ષમતા બમણી કરીને 2 મિલિયન ટન કરવાની કંપનીની યોજના વર્ણવતા હેબ્બરે ડિજિટલાઇઝેશનસેફ્ટી સિસ્ટમ્સ અને સર્ક્યુલર ઇકોનોમી પહેલમાં વ્યૂહાત્મક રોકાણો રજૂ કર્યા હતા. મુખ્ય સિદ્ધિઓમાં ઉદ્યોગની સરેરાશ કરતા 75 ટકા નીચી કાર્બન ફૂટપ્રિન્ટ્સ સાથે એશિયાની પ્રથમ લૉ-કાર્બન ઝિંક ઇકોઝોનના લોન્ચનો સમાવેશ થાય છે.

તેમણે કંપનીના રિન્યૂએબલ એનર્જીના વિસ્તરણને કુલ એનર્જી મિક્સના 13 ટકા સુધી લઈ જવા તથા 3.32 ગણો વોટર પોઝિટિવિટી સ્કોરનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમે નવા જમાનાની કંપનીની ઊર્જા સાથે વારસાગત સંસ્થાની મજબૂતાઈનો સમન્વય કરીએ છીએ.

હિંદુસ્તાન ઝિંક ભારતની વિકાસગાથાનો અભિન્ન ભાગ બનવાનો ગર્વ અનુભવે છે. અમારા વૈશ્વિક સ્તરઅદ્યતન ટેક્નોલોજી અને ભવિષ્ય માટે તૈયાર પ્રથાઓ સાથેઅમે આત્મનિર્ભર અને ટકાઉ મેટલ ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિતઆર્થિક પાવરહાઉસ તરીકે ભારતના ઉદયને સમર્થન આપીશું એમ તેમણે જણાવ્યું હતું. 

હિંદુસ્તાન ઝિંકના ચેરપર્સને એમ પણ નોંધ્યું હતું કે વધતા જતા ભૂરાજકીય પરિવર્તન અને સ્વચ્છ ઊર્જાની આવશ્યકતાઓ ઝિંક અને ચાંદીને આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેટરી ટેકનોલોજીમાં મોખરે રાખે છે.

હિંદુસ્તાન ઝિંકે ભારતના પ્રાથમિક ઝિંક સેગમેન્ટમાં 77 ટકા હિસ્સા સાથે તેનું બજાર નેતૃત્વ પણ જાળવી રાખ્યું છેજ્યારે તેનો ઉત્પાદન ખર્ચ 6 ટકા ઘટાડીને 1,052 યુએસ ડોલર પ્રતિ ટન થયો છે જે 15 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચો છે.

આ વર્ષે અમારા સીએસઆર પ્રયાસોએ શિક્ષણઆરોગ્યપાણીસ્વચ્છતાઆજીવિકા અને રમતગમતમાંપાછલા વર્ષના 1.9 મિલિયનથી સરખામણીએ 2.3 મિલિયન લોકોના જીવનમાં હકારાત્મક અસર કરી છે. 6.5 લાખથી વધુ મહિલાઓ અને બાળકોને સીધો લાભ મળ્યો છેએમ તેમણે જણાવ્યું હતું. 

તેમણે ટ્રાન્ઝિશન મેટલ્સના વૈશ્વિક સપ્લાયર તરીકે કંપનીનું નેતૃત્વ જાળવી રાખવાની અને ભારતની વૃદ્ધિ યાત્રામાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ચાલુ રાખવાની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

આમ કરીનેઅમે બધા હિસ્સેદારો માટે મૂલ્ય બનાવવાનું ચાલુ રાખીશુંસાથે સાથે એક એવું ભવિષ્ય બનાવીશું જે વધુ હરિયાળુંમજબૂત અને વધુ સમાવિષ્ટ હોય એમ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.