અમેરિકામાં આર્મી બેઝ પર આડેધડ ફાયરિંગ, પાંચ સૈનિકોને વાગી ગોળી

નવી દિલ્હી, અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના બની છે. જ્યોર્જિયામાં અમેરિકન આર્મી બેઝ ફોર્ટ સ્ટીવર્ટમાં ૬ ઓગસ્ટ આડેધજ ગોળીબાર થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગોળીબારમાં પાંચ અમેરિકન સૈનિકોને ગોળી વાગી છે. ઘટના બાદ સેના, પોલીસ અને રાહત એજન્સીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને આખા વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાના વીડિયો ફુટેજ પણ વાયરલ થયા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, અમેરિકન બેઝમાંથી આર્મી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસના વાહનો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.
એવું કહેવાય છે કે, હુમલાખોરે આર્મી બેઝ પર આડેધડ ફાયરિંગ કર્યું છે.હુમલાખોરની ધરપકડમીડિયા રિપોર્ટ મુજબ ઘાયલ સૈનિકોને વિન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૈનિકોની હાલત શું છે, તેની વિગતો સામે આવી નથી. હુમલાખોરે સેકન્ડ આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ પરિસરમાં આડેધડ ગોળીબાર કર્યાે હતો. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે ૧૦.૫૬ કલાકે બની હતી. ફાયરિંગ બાદ આખી છાવણીને લોકડાઉન કરવામાં આવી હતી. ત્યારબાદ હુમલાખોરની ૧૧.૩૫ કલાકે ધરપકડ કરાયા બાદ અન્ય પરિસરમાંથી લોકડાઉન હટાવી દેવાયું છે.
જોકે હજુ પણ સેકન્ડ એબીસીટીનો ભાગ બંધ છે. અધિકારીઓએ પુષ્ટી કરી છે કે, હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે, તેથી સામાન્ય પ્રજા પર કોઈ ખતરો નથી.ફોર્ટ સ્ટીવર્ડ પોલીસ વિભાગના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એન્જેલ ટામકો પહેલા કહ્યું હતું કે, એક સક્રિય હુમલાખોરની પુષ્ટી થઈ છે, જોકે તેમણે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યાે હતો. હાલ એફબીઆઈ અને આર્મી ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિવિઝન (સીઆઈડી) મળીને ઘટનાની તપાસ કરી રહ્યા છે.
ફોર્ટ સ્ટુઅર્ટ એ અમેરિકાનું થર્ડ ઈન્ફેન્ટ્રી ડિવિઝનનું હેડક્વાર્ટર કહેવાય છે. તે એક્ટિવ અને રિઝર્વ આર્મી યુનિટને તાલીમ આપવાનો મુખ્ય બેઝ છે. અહીં ૧૦,૦૦૦થી વધુ સૈનિકો અને તેમના પરિવારજનો, સિવિલ કર્મચારીઓ રહે છે. આ બેઝ સાથે લગભગ ૨૫૦૦૦થી વધુ લોકો જોડાયેલા છે. આ સ્થળ જ્યોર્જિયાના સવાના શહેરથી વગભગ ૪૦ કિલોમીટર દક્ષિમ પશ્ચિમમાં આવેલું છે.
આ ઘટના બાદ સેનાની આંતરિક સુરક્ષા પર સવાલ ઉભા થઈ ગયા છે. હજુ સુધી સેના કે પોલીસ દ્વારા કોઈપણ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.આ પહેલા કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં એક વેરહાઉસ પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો હતો.
આ ઘટનામાં ૨ લોકોના મોત થયા અને ૬ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા લોકોની ઉંમર ૨૬થી ૬૨ વર્ષની વચ્ચે હતી. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.SS1MS