રેપ કેસમાં આરસીબીના બોલર યશ દયાલની ધરપકડ પર સ્ટે નહીં

જયપુર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર યશ દયાલ ફરી એકવાર ગંભીર કાનૂની વિવાદમાં ફસાયા છે. જયપુરમાં એક સગીર છોકરીએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ રાજસ્થાન હાઈકોર્ટે તેની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પીડિતા સગીર છે, તેથી ધરપકડ અને પોલીસ કાર્યવાહી રોકી શકાતી નથી.
કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી ૨૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ નક્કી કરી છે. થોડા અઠવાડિયા પહેલા ગાઝિયાબાદમાં બીજી એક મહિલાએ પણ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
હવે વધુ એક કેસથી યશ દયાલ માટે નવી મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે.૨૩ જુલાઈ ૨૦૨૫ના રોજ ૧૯ વર્ષીય એક યુવતીએ જયપુરના પોલીસ સ્ટેશનમાં યશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.
ફરિયાદીનો દાવો છે કે તે ૨૦૨૩માં યશ દયાલને મળી હતી, જ્યારે તે ૧૭ વર્ષની હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે યશે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું વચન આપીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.SS1MS